Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ગઇ સાંજથી હવામાન ફરી ફર્યુ : વાદળા છવાવાની સાથે ઠંડો પવન ફૂંકાય છે

ચિંતાના વાદળો... : ગોંડલ : ગોંડલ સહિત સૌરાષ્‍ટ્રમાં અનેક સ્‍થળે આજે સવારે વાદળીયુ વાતાવરણ છવાયું હતું. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)
રાજકોટ તા. ૨૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં શિયાળાના આગમન થઇ રહ્યું હોય તેવો માહોલ ધીમે-ધીમે છવાતો જાય છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે.
ગઇ સાંજથી હવામાનમાં ફરી પલ્‍ટો આવ્‍યો છે અને વાદળછાંયા વાતાવરણ સાથે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે.
મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડકની અસર સાથે લઘુત્તમ તાપમાનનો પારો નીચે જાય છે તેના કારણે શિયાાળ જેવા વાતાવરણનો અહેસાસ થઇ રહ્યો છે.

 

(11:58 am IST)