Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સૌરાષ્‍ટ્રમાં ખેતીની વીજ સમસ્‍યા અંત તરફ

ગોવિંદભાઇની ‘ઉર્જાવાન' રજૂઆતને ‘ઝળહળતી' સફળતા : ખેડૂતો માટે રાહત ઉગી : થર્મલ પાવર સ્‍ટેશનમાં જરૂરી વીજ ઉત્‍પાદન ચાલુ : મુખ્‍યમંત્રી ઉર્જા મંત્રીનો આભાર માનતા ધારાસભ્‍ય

રાજકોટ તા. ૨૩ : ગુજરાતમાં વીજ પુરવઠામાં વિક્ષેપ પડતા સૌરાષ્‍ટ્રમાં ખેતીની વીજળીમાં કાપ મુકાયેલ જેના કારણે ખેડૂતોમાં ભારે કચવાટ વ્‍યાપી ગયો હતો. રાજકોટના ભાજપના ધારાસભ્‍ય અને પૂર્વ ઉર્જા રાજ્‍યમંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલએ આ અંગે ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરતા ખેડૂતો માટેની વીજ સમસ્‍યાના અંતનો આરંભ થઇ ગયો છે. ગોવિંદભાઇએ આ અંગે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ અને ઉર્જામંત્રી શ્રી કનુભાઇ દેસાઇનો આભાર માન્‍યો છે.
ગોવિંદભાઇએ અકિલાને જણાવેલ કે, હાલ શિયાળુ પાકના વાવેતરનો સમય થઇ ગયો છે તેવા ટાણે જ સૌરાષ્‍ટ્રમાં ખેતીની વીજળીમાં ઘટ આવતા મેં ગઇકાલે ઉર્જામંત્રીને અને આજે મુખ્‍યમંત્રીને રજૂઆત કરેલ. તેમણે જણાવેલ કે, થર્મલ પાવર સ્‍ટેશનમાં જરૂરી કામગીરી શરૂ થઇ ગઇ છે. એકાદ દિવસમાં જ સૌરાષ્‍ટ્રમાં ખેડૂતોને પૂરતી વીજળી મળવા માંડશે. ખેડૂતોની મુશ્‍કેલી અંગે સરકાર સજાગ છે.

 

(11:58 am IST)