Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવારના અનોખા શણગાર દર્શનઃ સવારે મંગળા આરતીમાં હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધો

વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખયાત એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે આજરોજ શનિવારના દાદાને અનોખા શણગાર દર્શન કરવામાં આવેલ છે તેમજ સવારે મંગળા આરતી પઃ૩૦ કલાકે પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ હતી તેમજ દાદાની દિવ્ય ભવ્ય શણગાર આરતી સવારે સાત કલાકે પરમ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી દ્વારા કરવામાં આવેલ હતી આ પ્રસંગે પરમ પૂજય કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા સંતો આરતીમાં હાજર રહ્યા હતા તેમજ સવારે મંગળા આરતીમાં હજારો ભાવિકોએ દાદાના દર્શનનો આરતીનો લાભ લીધેલ હતો.

(11:50 am IST)