Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

વાંકાનેરમાં તાત્કાલીક મામલતદારની જગ્યા ભરવા માંગણી : અરજદારો હેરાન

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૨૩ : વાંકાનેરની સેવા સદન ખાતે તા. ૧/૪/૨૧થી નાયબ મામલતદાર મામલતદાર કચેરીનો વહિવટ ચલાવે છે. જેમાં રેવન્યુ તથા મહ્યાનભોજન અને ખાદ્ય આરોગ્ય આવક જાતિના દાખલા વૃધ્ધ નિરાધાર પેન્શન લોકોને વેકસીન જમીનો તથા કુવા માટેની જમીન ખરાબા તથા રેવન્યુ જમીન વાંધા રેવન્યુની જમીનમાં દબાણો ભાડાકાડાની જમીનના દબાણો ખેતર નજીકનો ખરાબો ખરાબના દબાણો સાથે ઓનલાઇનના તાકિદના કામો માત્ર મામલતદારની ગેરહાજરીમાં નાયબ મામલતદાર દ્વારા ઉપરોકત કામો ઘણો સમય લાગતો જે ધ્યાને લઇને કલેકટરશ્રી મોરબી આ તાકિદની મામલતદારશ્રીની જગ્યા ભરવા રાજ્યની સરકારને જાણ કરે તેવી વાંકાનેરના સમજદાર નાગરીકોની માંગ છે. સરકારે ધ્યાન આપવું જોઇએ.

બીજી બાજુ નગરપાલીકામાં આઇપીએસ અધિકારી ૧૫ દિવસથી હતા તેનો સમય પુરો થયો છે તો તા. વિકાસ અધિકારી જગ્યા પુરાઇ છે. પણ મામલતદારની જગ્યા કયારે ભરાશે તેની વાંકાનેરના લોકો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. 

(11:48 am IST)