Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જામજોધપુર પાલિકા દ્વારા વેરામાં વધારો કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ : પાછો નહીં ખેંચાય તો આંદોલન

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર, તા. ૨૩: જામજોધપુર નગરપાલિકા દ્વારા શહેરની પ્રજા પર કમ્મરતોડ વેરો વધારો કરવા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એકબાજુ પેટ્રોલ - ડીઝલ સહિત જીવન જરૂરી વસ્તુમાં મોંદ્યવારીએ માઝા મુકી છે . ત્યારે વેરો વધારો અને ફી વધારો નગરપાલિકા દ્વારા કરાતા નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા સામાન્ય સભા શરૂ થાય એ પહેલાં વેરો પાછો ખેંચવાનાં નારા સાથે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જો વેરો ૧૫ દિવસમાં પાછો નહિ ખેંચાય તો પ્રજાને સાથે રાખી આંદોલન કરવાની ચિમકી કોંગ્રેસના અગ્રણી હિરેનભાઈ ખાંટ,કોંગ્રેસ નેતા અશોકભાઈ કાંજીયા સહિતના એ ઉચ્ચારી છે.

(11:46 am IST)