Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં આયોજીત શ્રીરામ કથામાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી

વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળગપુરધામમા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે પરમ પૂજય કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ તેમજ પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામીજીના સતત માર્ગદર્શન હેઠળ દાદા ના ( ૧૭૩ પાટોત્સવ નિમિતે ) શ્રી રામ કથા ચાલી રહેલ છે જેમાં વ્યાસપીઠ ઉપર વકતાઃ પરમ પૂજય શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી સ્વામી ( અથાળાવાળા ) પોતાની મધુર વાણી સાથે અનેરા સંગીતની શેલી સાથે રામકથાનુ વિસ્તાર સાથે રામાયણ ની ચોપાઈ સાથે રસપાન કરાવી રહયા છે ગઈકાલે તા.૨૨/૧૦/ ૨૧ ના શુક્રવારના રોજ રામકથા મા સાંજે 'રામ જન્મોત્સવ  અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવાયેલ હતો રામ જન્મ ના સહુ ભાઈઓ, બહેનોએ રાસ લીધા હતા, તેમજ રામજન્મ ની મહા આરતી સંતો તેમજ યજમાન પરિવારે ઉતારેલ હતી ગઈકાલે રામકથા મા પરમ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ કહેલ કે તમે જે અહીં આવ્યા છો મારા 'બાપ'  તમારો સમય અને સદભકિત માટે આવ્યા છો દેવોના દેવ મહાદેવ છે પરંતુ પોતાની પત્ની આવી ત્યારે આદર કરતા હતા તમે આદર કરતા શીખજો બાપ સ્નેહ નહીં તૂટે ઠાકોરજી ને સવાર સાંજ કહેવું અમને સાજા નહોરા રાખજો અહંકાર ન કરવો ઈશ્વરની મરજી વિના કાંઈ નથી થાતું રામાયણ મા શ્રી તુલસીદાસજી લખે છે જયાં જોઈ ત્યાં 'રામ'  દેખાય જીવનમાં ચાલાકી ગમે તે કરો ઈશ્વર પરિણામ એની રીતે જં આપશે મને અને તમને ભગવાન ઓળખાય ગયા હોય તા ભાગ્ય છે, જન્મો જન્મ નથી ઓળખાતા,, પ્રભુ સ્મરણ થાય એટલું આ મનુષ્ય અવતાર મા કરી લેવું,, સત સેવાના કાર્યો થાય તાઙ્ખ જરૂર કરવા, સુંદર કીર્તન ગાયેલ રામ રટણ સાંજ સવારે બીક પછી કોણે અમારે ઙ્ક રામ ચરિત માનસ ની ચોપાઈ દ્વારા રામ જન્મનુ વિસ્તાર સાથે વર્ણન કરેલ હતું.

(11:45 am IST)