Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સુરેન્દ્રનગર જિ.પં.ની કચેરીમાં સફાઇ ઝુંબેશઃ

વઢવાણ : જિલ્લામાં કિલન ઇન્ડિયા મુવમેન્ટ સંદર્ભે જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓ ખાતે શ્રમદાન અને સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ઘન અને વિશેષ રૂપે પ્લાસ્ટિક કચરો એકઠો કરીને જિલ્લા પંચાયતના તમામ પરિસરો અને વિસ્તારોને સ્વચ્છ કરવામાં આવ્યા હતા. આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારી એન.કે.ગવ્હાણે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નસીમ મોદન, જિલ્લા ખેતીવાડી એચ.ડી.વાદી તેમજ જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓના અધિકારી/કર્મચારીઓ સહભાગી બન્યા હતા. સફાઇ અભિયાનની તસ્વીરો.

(11:42 am IST)