Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

હળવદ : નિવૃત વિદાયમાનઃ

હળવદઃ હળવદ ધાંગધ્રા તાલુકા ગ્રામ સેવા મંડળ રાજસીતાપુર દ્વારા સંચાલિત હળવદ ધાંગધ્રા ખાદી ભંડારમાં સેવા બજાવતા કાંતિભાઈ મહાદેવભાઈ પટેલ. વય મર્યાદાને કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભ ધાંગધ્રા ખાતે યોજવામાં આવ્યો હતો કાંતિભાઈ પટેલને શ્રીફળ .પળો. તથા સાલ ઓઢાડીને સન્માન વલ્લભભાઈ લાખાણી તથા ચીમનભાઈ પરીખના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું  મંડળના મંત્રી શ્રી ભગવાનજી ભાઈ પટેલ કારોબારી સભ્ય ભરતસિંહ ભાઈ, લાલભાઈ પટેલ, હરગોવિંદભાઈ ભાવસાર, હરીશભાઈ જાની, કમલેશભાઈ ગણાત્રા, મહેશભાઈ પંચાસરા, પ્રકાશભાઈ નાગર, મહેશ માલણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કર્મચારીગણ તથા સ્નેહીજનો દિનેશભાઈ રબારી. હમીર સાવધરીયા સહિતના આગેવાનોએ કાંતિભાઈ પટેલનુ નિવૃત્ત્િ। જીવન સુખમય તંદુરસ્ત આનંદમય પસાર થાય તેવી શુભેચ્છા પાઠવી હતી (તસ્વીરઃ હરીશ રબારી-હળવદ)

(10:24 am IST)