Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ભાયાવદરમાં પુરતા વીજ પુરવઠોના સરકારના દાવા ખોટા : વીજ ધાંધિયા વધ્યા

ભાયાવદર,તા. ૨૩ : ભાયાવદર અને આસપાસના ગામડામાં ૩ ફ્રેઝ વીજળીના ધાંધીયા શરૂ થયા છે. સરકારી સુત્રો જણાવે છે કે, વીજળીની કોઇ અછત નથી. વીજળીનો વીજ પુરવઠો રાબેતા મુજબ સતત મળતો રહેશે. વાસ્તવિક રીતે સરકારશ્રીના દાવા સંપૂર્ણ ગેરમાર્ગે દોરવનારા છે.  

ભાયાવદર મોટુ ગામ છે ખેડુતોની સંખ્યા વધારે છે ભાયાવદર ગામને નેહર કે કેનાલ સિંચાઇ માટેની કોઇ સુવિધા નથી. માત્રને માત્ર બોર કે કુવાના પાણી ઉપર આધાર છે. એવા સંજોગોમાં વારંવાર લોડ સેડીંગ થાય છે. વીજળી પુરવઠાની સાતત્યતા જણવાતી નથી. ખેડુતો પરેશાન છે. વીજ અધિકારીઓના વિભાગો વચ્ચે સંકલન નથી. જવાબદાર અધિકારીને ફોન કરતા જવાબ આપે છે, કે લોડ સેડીંગ નથી. જેટકો હસ્તકના વીજળીના સબ સ્ટેશનને ફોન કરીએ તો જણાવે છે, કે લોડ સેડીંગ છે.

હિન્દુસ્તાનમાં ગુજરાત બીજા નંબરનું રાજ્ય છે. જ્યાં વીજળીના દર ખૂબ વધારે છે. આટલો મોટો વીજળીનો દર લેવા છતા વારંવાર એવું જાણવા મળે છે કે, વીજપુરવઠો બચે છે. બધુ વીજ ઉત્પાદન વપરાતુ નથી. ત્યારે વાસ્તવિકતા જુદી છે. કહી શકાય કે, વીજળી તંત્રના ચાર ઝોન પાડવા છતાં આખું વીજળી તંત્ર સંપૂર્ણ ફેલ્લીફર છે.

(10:21 am IST)