Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ધ્રોલની મુંગરા કન્યા વિદ્યાલયની છાત્રા યોગાસન ખોખો સ્પર્ધામાં ઝબકીઃ

ધ્રોલ : જિલ્લા કક્ષાની શાળાકીય યોગાસન અને પતંજલિ યોગાસનની સ્પર્ધા યોજાયેલ. જેમાં શ્રીમતી ડી.એચ.કે. મુંગરા કન્યા વિદ્યાલયની બે વિદ્યાર્થીનીઓ દુધાગરા પ્રિયાંશી અને પણસારા ઉર્વીશા પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ ભાગ લેશે. આ ઉપરાંત યોજાયેલ તાલુકા કક્ષાની શાળાકીય ખો-ખો સ્પર્ધામાં શ્રીમતી ડી.એચ.કે. મુંગરા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ પ્રથમ નંબર પ્રાપ્ત કરી ત્યારપછી યોજાયેલ જિલ્લા કક્ષાની શાળાકીય ખો-ખોમાં પણ પ્રથમ સ્થાન મેળવતા રાજ્યમાં જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરવા બદલ વિજેતા ટીમને તથા માર્ગદર્શક વ્યાયામ શિક્ષિકા મમતાબેન અજુડીયાને શાળાના આચાર્યા ડો.પ્રવિણાબેન તારપરા તથા સંસ્થાના પ્રમુખ રાઘવજીભાઇ પટેલ તથા ઉપપ્રમુખ ડો. વિજયભાઇ સોજીત્રા તેમજ સંચાલક વિજયભાઇ મુંગરાએ રાજ્યકક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તસ્વીર કન્યા વિદ્યાલયની બહેનોની છે.

(10:21 am IST)