Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

વકીલની ફરીયાદના અનુસંધાને દ્વારકાના મિલ્કત લે-વેચ કરતાં ઇસમને ઓખા કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન

(દિવ્યેશ જટાણીયા દ્વારા) મીઠાપુર,તા. ૨૩ : વકીલાતની પ્રેકટીસ કરતાં નયન ચંદુલાલ સામાણી દ્વારા દ્વારકામાં રહેતા અને મિલ્કત લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલ ભાવેશ દામોદર ભાયાણી સામે તેણે આપેલ વકીલની લેણી રકમનો ચેક અપુરતા ફંડના કારણે રીટર્ન થતાં વકીલ નયન ચંદુલાલ સામાણી દ્વારા ભાવેશ દામોદર ભાયાણી સામે અલગ અલગ ત્રણ ફરીયાદો ઓખાના મહે. જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ (ફર્સ્ટ કલાસ) સાહેબની કોર્ટમાં દાખલ કરતા નામદાર કોર્ટ દ્વારા ભાવેશ દામોદર ભાયાણીને સમન્સ ઇશ્યુ કરી નામદાર કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરેલ છે. ફરીયાદી તરફે દ્વારકાના વકીલ શ્રી જયંત એમ. માણેક રોકાયેલ છે.

(10:20 am IST)