Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે વિખૂટા પડેલા બે બાળકો મળ્યા

મોરબી,તા. ૨૩: મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસેથી પરિવારથી વિખુટા પડેલા બે બાળકો મળી આવ્યા હોય જેને હાલ સંસ્થાની દેખરેખ હેઠળ રાખીને પોલીસે પરિવારની શોધખોળ આદરી છે.

મોરબીના મહેન્દ્રનગર ચોકડી સીએનજી પેટ્રોલ પંપ પાસેથી બે બાળકો મળી આવ્યા છે જેના નામ ચીકુ અને સંજની હોય અંદાજે ૫ અને ચાર વર્ષના હોવાનું પોલીસે જણાવ્યું હતું જે બંને બાળકો પોતાના પરિવારથી વિખુટા પડેલા હોય જેથી બી ડીવીઝન પોલીસ દ્વારા બંને બાળકોને સંસ્થાની નિગરાનીમાં રાખ્યા છે અને બંને બાળકો અંગે કોઈ પણ માહિતી હોય તો બી ડીવીઝન પોલીસ મથક ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૨૬૫૧ નો સંપર્ક કરવા જણાવ્યું છે.

(10:08 am IST)