Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

મોરબીના સિલ્વર પાર્ક સોસાયટી નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ શકુનિઓ ઝડપાયા

બી ડિવિઝને પાંચેયને ૩૨,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા

 

મોરબીના સિલ્વર પાર્ક સોસાયટી નજીક આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ શખ્સોને ૩૨,૪૦૦ ના મુદામાલ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી ડી.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પી.આઈ. પી.બી. ગઢવીની સુચનાથી મોરબી બી ડીવીઝન સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પો.કોન્સ. વનરાજભાઈ ચાવડાને મોરબીના સિલ્વર પાર્ક સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફે દરોડો પાડ્તા ત્યાં જુગાર રમી રહેલા કાન્તીભાઈ શંકરભાઈ કોળી, શૈલેષભાઈ જેઠાભાઈ મકવાણા, રસુલભાઈ મહમદભાઈ કટીયા, અશોકભાઈ વિનોદભાઈ કોળી અને રસિકભાઈ શિવજીભાઇ ઠક્કરને રોકડ રકમ રૂ.૩૨,૪૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડીવીઝન પોલીસની કામગીરીમાં પી.એમ.પરમાર, કે.વી.ચાવડા, કે.જી.ગઢવી, અર્જુનસિંહ ઝાલા, અંબાપ્રતાપસિંહ જાડેજા, ભાનુભાઈ બાલાસરા, રમેશભાઈ મિયાત્રા, ભગીરથભાઈ લોખીલ અને મુકેશભાઈ જીલરીયાએ કરેલ છે.

(12:52 am IST)