Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

સુરેન્દ્રનગરના માલવણ પાસે પત્નિની નજર સામે પતિનું મોત

વઢવાણ, તા. ર૩ : સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી માલવણ પાસે પીપળીધામ આવેલુ છે. જયાં માંડલના યોગ દર્શન માટે આવતા હતાં ત્યારે અજાણ્યા ટ્રેકટરના ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા ઘટના સ્થળ ઉપર જ પત્નીની નજર સમક્ષ જ થતાનું મોત નિપજયાની ઘટના બનાવ પામેલ છે.

માંડલ ગામના અજીતભાઇ નટુજીભાઇ ઠાકોર અને તેમના પત્ની પ્રેમીલાબેન બાઇક લઇને માંડલ ગામેથી પીપળીયાધામના દર્શનાર્થે નિકળ્યા હતા.

ત્યારે હાઇવે ઉપર સામેથી આવતા ટેલર ટ્રેકટર આવતું હતું જે ધડાકાભેર બાઇક સાથે ટકરાતા આ અકસ્માતના બનાવમાં બાઇક ઉપરથી આ માંડલ ગામનું દંપતિ નિચે પટકાયેલ હતું.  ત્યારે અકસ્માતની ઘટનામાં પ્રેમીલાબેનની નજર સમક્ષ થતા અજીતભાઇનું ગંભીર હાલતમાં મોત નિપજેલ હતું જયારે પ્રેમીલાબેન ઘાયલ થતાં પાટડી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બજાણા પોલીસ મથકમાં ટ્રેકટરના ચાલક સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(1:19 pm IST)