Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

બગોદરા નજીક મીઠાપુર બસ સ્ટેન્ડ પાસે પશુ આહાર બેગો વચ્ચે છુપાવેલ ૯.૯૮ લાખનો દારૂ ઝડપાયો

વઢવાણ તા. ર૩: અમદાવાદ રેન્જ આઇજી એ. કે. જાડેજા તથા અમદાવાદ ગ્રામ્ય ડીએસપી આર. વી. અસારી દ્વારા અસામાજીક પ્રવૃત્તિઓને ડામી દેવા અને રાજયમાં ચોરીછુપીથી મોકલવામાં આવતાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં વાહનો પકડી પાડવા જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી જેના ભાગરૂપે ધોળકા ડીવાયએસપી નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ધોળકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે પેટ્રોલીંગમાં હાથ ધર્યું હતું.

જેમાં હાઇવે પર ખાનગી વાહનમાં મીઠાપુર ગામનાં જુના બસ સ્ટેન્ડ સામે રોડ ઉપર વોચ ગોઠવી માહિતી વાળી એક ટ્રક બગોદરા તરફથી આવતાં કોર્ડન કરી આડસ કરી ટ્રકને ઉભી રાખી બોડીના ભાગે તાડપત્રી ખોલી તલાસી લેતાં પશુઆહારની પ્લાસ્ટીકની બેગો વચ્ચે સંતાડેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-ર૪૯૬ કિંમત રૂ. ૯,૯૮,૪૦૦, મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂ. પ૦૦ તથા ટ્રક કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/- પશુ આહાર ભરેલ બેગો નંગ-૩૦૦ કિંમત રૂ. ૧,પ૦,૦૦૦/- તથા તાડપડપી પાડયો હતો જયારે આરોપીની પુછપરછ દરમ્યાન અમરીકસીંગ જગમેલસીંગ રહે. સમા હરિયાણાવાળા તથા અન્ય દારૂ મંગાનાર એક શખ્સનું નામ ખુલ્યું હતું. જેને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

(1:19 pm IST)