Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

મોરબી એલસીબીએ વરલીના આંકડા લેતા બે શખ્સોને ઝડપી લીધા

મોરબી, તા.૨૩: મોરબી એલ.સી.બી. ટીમે નીંચી માંડલ ગામે બે અલગ અલગ સ્થળે દરોડા પાડીને વર્લી ફીચરનો જુગાર રમાડતા બે શખ્સોને ૩૩,૬૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા તો અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.

મળતી વિગત મુજબ મોરબી એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન મોરબી તાલુકાના નીચી માંડલ ગામે સુથાર શેરીમાં વર્લી ફીચરના આકડા ગ્રાહકો પાસેથી લખી હાર-જીતનો જુગાર રમાડતો હિતેષ ઉર્ફે ભટુડી લખમણભાઈ દેત્રોજાને રોકડ રકમ રૂ.૧૦,૬૦૦ તથા મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦૦ કુલ મુદામાલ કીમત રૂ.૧૫,૬૦૦ સાથે ઝડપી પાડયો હતો

તો બીજા દરોડામાં નીચી માંડલ ગામે ગ્રાહકો પાસેથી વર્લી ફીચરના આકડા લખી હાર-જીતનો જુગાર રમાડતા મુકેશ વનુભાઈ પટેલને રોકડ રકમ રૂ.૧૭,૮૦૦ તથા મોબાઈલ નંગ ૨ કીમત રૂ.૧૦૦૦ કુલ મુદામાલ કીમત રૂ.૧૮૦૦૦ સાથે ઝડપી પાડ્યો હતો તો આ બંને દરોડા દરમિયાન મુકેશ કોળીનું નામ ખુલતા તેને ઝડપી પાડવા એલ.સી.બી. ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

(1:16 pm IST)