Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

જુનાગઢમાંથી મધ્યપ્રદેશનો શખ્સ સગીરાને ભગાડીને લાવતા ઝડપાયો

જુનાગઢ, તા.૨૩: ત્રણેક માસ પહેલા મધ્યપ્રદેશના રાજસ્થાન જિલ્લાના સલામત પુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલામત પુર ટાઉન માં રહેતા ફરિયાદીની સગીર વયની દીકરીને સલામતપુર ગામનો જ આરોપી મહેન્દ્ર ઉર્ફે રાનુ અપહરણ કરી, નસાડી, લગ્ન કરવાની લાલચ આપી, ભગાડી ગયેલ હતો. આ બાબતે ફરિયાદીએ સલામતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, સલામતપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.ઙ્ગ આ ગુનાની તપાસ દરમિયાન સલામતપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓને ટેકનિકલ સોર્સ આધારે માહિતી મળેલ કે, ભોગ બનનાર સગીર યુવતી તથા આરોપી હાલમાં જૂનાગઢ ખાતે જોષીપરા વિસ્તારમાં રહે છે.ઙ્ગ જે મળેલ બાતમી આધારે સલામત પુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ સુધાકર સોની, પો. કોન્સ. પંકજ પંડિત, મહિલા કોન્સ્ટેબલ અનિતાબેન સહિતના પોલીસ સ્ટાફની ટીમ જૂનાગઢ ખાતે તપાસમાં આવેલ હતી...ં

જૂનાગઢ ખાતે તપાસ માં આવેલ મધ્યપ્રદેશ પોલીસની ટીમને જોષીપુરા વિસ્તાર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવતો હોય, બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી, મદદ માગવામાં આવેલ હતી. જૂનાગઢ ર્ંજિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા ગુનાની ર્ંગંભીરતાને ધ્યાને લઇ, આરોપી તેમજ ભોગ બનનાર મધ્યપ્રદેશ રાજયના હોઈ, તાત્કાલિક જોષીપુરા વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા ટીમ બનાવી, તપાસ કરવા માટે સુચર્નાં કરવામાં આવેલ હતી.

જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર. બી. સોલંકી, પી.એસ.આઇ એન. જી. પરમાર, પો.કો. રજાકબિન સૈયદ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા જોષીપુરા વિસ્તારમાં તપાસ કરવા માં આવતા, બાતમીદારથી મળેલ બાતમી આધારે ર્ંઆરોપી મહેન્દ્ર ઉર્ફે રાનું સાકિયા ઉંવ.ઙ્ગ ૩૦ રહે. સલામતપુર, જીલ્લો રાયસેન (મધ્ય પ્રદેશ રાજય) અને ભોગ બનનાર સગીર યુવતી સાથે પકડી પાડી, પોલીસ સ્ટેશન ખાતે લાવી, મધ્યપ્રદેશ પોલીસને મદદ કરી અને સોંપવામાં આવેર્લં હતા....ં

પકડાયેલા આરોપી મહેન્દ્ર ઉર્ફે રાનું સાકિયાંની પૂછપરછ કરવામાં આવતાં, આરોપી આજથી ર્ંપાંચેક વર્ષ પહેલા ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના ગોંડલ, ધોરાજી અને જૂનાગઢમાં વેલ્ડીંગનું કામ કરતો હોઇ, ફેબ્રીકેશનના કામનો અનુભર્વં હતો. તેણે પોતાના ગામની ર્ંસગીર યુવતીને અપહરણ કરી, ભગાડી અને લગ્ન કરવાની લાલચ આપી, પહેલા મધ્યપ્રદેશના ભોપાલ ખાર્તેં રાખવામાં આવેલ હતી. ત્યારબાદ મધ્યપ્રદેશ પોલીસને આરોપી તેમજ ભોગ બનનાર ર્ંભોપાલ મધ્ય પ્રદેશ ખાતે હોવાની જાણકાર્રીં મળેલ અને તેની જાણ આરોપીને થઈ જતા, તેણે ર્ંજૂનાગઢ ખાતે જોષીપુરા વિસ્તારમાં આવી અને ખ્વાજા નગર ખાતે ભાડાના મકાનમાં રહેવા લાગેલ. જૂનાગઢ ખાતે મજુરી કામ કરી અને વેલ્ડીંગ નું કામ કરવાનું નક્કી કરી, વેલ્ડર તરીકે મજુરી કામ કરી, છેલ્લા ત્રણેક માસથી અહીંયા જૂનાગઢ જોષીપરા ખવાજાનગર ખાતે રહેતો હોવાની પણ કબૂલાર્તં કરી હતી....ં

જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ર્ંમધ્યપ્રદેશ ખાતેથી અપહરણ કરવામાં આવેલ સગીર યુવતી તેમજ આરોપીને પકડી પાડવામાં મધ્યપ્રદેશ પોલીસને મદદરૂર્પં થઇ અને ગુનાનો ભેદ ઉકેલવાની કામગીરી કરેલ હતી. પોતાની સગીર યુવતી પરત આવતા, ર્ંયુવતીના પરિવારજનોએ તેમજ તપાસ કરતી મધ્યપ્રદેશ પોલીસ દ્વારા જુનાગઢ પોલીસનો આભાર્રં વ્યકત કરેલ હતો.

(1:11 pm IST)