Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

જેતપુર પંથકમાં ખનીજ ચોરીમાં તટસ્થ તપાસ કરવા મુખ્યમંત્રીને રજુઆત

જેતપુર તા. ર૩  : જાગૃત નાગરીક રામદેવભાઇ  ઓજવાએ મુખ્યમંત્રીને લેખતી રજુઆતમાં જણાવેલ કે શહેરમાં ખનીજ ચોરી અંગે તંત્રને અવાર-નવાર ફરીયાદો કરેલ જે અનુસંધાને રાજકોટથી ખાણ ખનીજ ખાતાની ટીમ સ્થળ તપાસ માટે જેમાં ફરીયાદ પ્રમાણે ભાદરના સામાકાંઠે ખનીજ ચોરીનું સ્થળ તપાસ કરી પંચરોજ કામ કરવામાં આવેલ.

જયારે અન્ય ફરીયાદ વાળા સ્થળે જતા હતા ત્યારે રસ્તામાં ત્રણ ટ્રેકટર ખનીજ ભરેલા જોવા મળતા તેને ઝડપી લીધેલ આ ટ્રેકટરની દિશામાં આગળ વધતા ગૌચરની તેમજ સરકારી જમીનમાં ખનીજ ચોરી થયેલ હોવાનું માલુ મ પડેલ ત્યાંજ બાજુમાં ખનીજનો ઢગલો પણ હોય ફરીયાદીએ આ ખાડાઓની માપણી કરી કેટલી ખનીજ ચોરી કરવામાં આવેલ તેમ કરવા કરતા ધમકાવાવનો પ્રયાસ કરેલ. તટસ્થ તપાસ કરવા રજુઆતમાં જણાવેલ છે.

(11:47 am IST)