Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ટંકારામાં કાળીચૌદશે મેલીવિદ્યાની નનામી : ભૂત પ્રેતનું સરઘસ

વિજ્ઞાન જાથાના સહયોગથી આર્ય સમાજ અને આર્ય વિદ્યાલયના ઉપક્રમે અદ્દભૂત જનજાગૃતિ કાર્યક્રમ : સ્મશાનના ખાટલે બેસી વડા આરોગાશે : નનામી ઉપર ચા બનાવી ચુશ્કી લેવાશે : લોકોનો ભય દુર કરવા ૯૩૦ નગરોમાં રાજયવ્યાપી કાર્યક્રમો

રાજકોટ તા. ૨૩ : કાળી ચૌદશની ગેરમાન્યતા અને ભયાનકતામાંથી લોકોને બહાર લાવવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા આ વર્ષે પણ ૯૩૦ નગરોમાં જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.ખાસ કરીને મોરબીના ટંકારા ખાતે અદ્દભુત પ્રયોગો હાથ ધરાયા છે. આર્ય સમાજ અને આર્ય વિદ્યાલયના સહાકારથી વિજ્ઞાન જાથા દ્વારા તા. ૨૬ ના શનિવારે કાળીચૌદશના રાત્રે ૯.૩૦ વાગ્યે દયાનંદ ચોકમાંથી મેલીવિદ્યાની નનામી, ભૂતપ્રેતનું સરઘસ મશાલની જયોત સાથે યોજવામાં આવશે. મોડી રાત્રે સ્મશાનના ખાટલે બેસી કકડાટના વડા આરોગાશે અને મેલીવિદ્યાની નનામીને આગચાપી તેના ઉપર ચા બનાવી ચુશ્કીઓ લેવાશે.

ભૂત પ્રેત, પિશાચ, અદ્રશ્ય શકિત જેવુ કશુ હોતુ નથી તે વાત લોકોને સમજાવવા આ જાગૃતિ કાર્યક્રમો થશે. કાળીચૌદશે મેલીવિદ્યાની ઉપાસની વાતો હંબંગ પુરવાર કરાશે. કકડાટના કુંડાળા કાઢવાથી કોઇ ફેર પડતો નથી. આવા કુંડાળામાં પગ મુકાય જાય તો નુકશાન થાય તે વાતો પણ   બની બનાવેલ છે. આવુ કશુજ હોતુ નથી તેમ વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન જયંત પંડયાએ જણાવેલ છે.

લોકોનો ભય દુર કરવા અને સાચી સમજ આપવા રાજયભરના ૯૩૦ નગરોમાં જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા છે. શનિવાર સુધી જાગૃતિ પત્રિકાનું વિતરણ કરી લોકોને અંધશ્રધ્ધામાંથી બહાર લાવવા પ્રયાસો થશે.

ટંકારા ખાતેના અદ્દભુત  જનજાગૃતિ  કાર્યક્રમને સફળ બનાવવા આર્ય સમાજના પ્રમુખ ભગવાનભાઇ ભીમાણી, મંત્રી દેવકુમાર પડસુંબિયા, કોષાધ્યક્ષ રજનીભાઇ મોરસાણીયા, અનિલભાઇ બુધ્ધદેવ, હસમુખભાઇ દુબરિયા, અશોકભાઇ પરમાર, મનીષભાઇ કોરિંગા, શાંતિભાઇ ધુળકોટીયા, આર્ય વિદ્યાલય ટંકારાના પ્રમુખ માવજીભાઇ દલસાણીયા, મંત્રી મેહુલભાઇ કોગિંા, સદસ્ય રમણીકભાઇ વડાવીયા, આચાર્ય અમિતભાઇ કોરીંગા, ધવલભાઇ ભીમાણી, જીજ્ઞેશભાઇ ભાગીયા, ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, પાંજરાપોળ ટંકારાના રમેશભાઇ ગાંધી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.જાથાના ઉમેશ રાવ, વિનોદ વામજા, વિનુભાઇ ઉપાધ્યાય, અંકલેશ ગોહિલ, ભોજાભાઇ ટોયટા, રામભાઇ, વિનોદ જોશી અને કાર્યકરો પ્રયોગ નિદર્શનમાં જોડાશે. તેમ જાથાના જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(11:42 am IST)