Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ઉપલેટામાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ

ઉપલેટા : શહેરમાં આજરોજ ઉપલેટાના ઇન્ચાર્જ પી. આઇ. વી. એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ દિવાળીના તહેવાર નિમિતે શહેરના મુખ્ય માર્ગો જેવા કે રાજમાર્ગ, બાવલા ચોક, શહીદ ભગતસિંહ ચોક, કટલેરી બજાર, બડા બજરંગ રોડ સહિતના વિગેરે વિસ્તારોમાં દિવાળીના તહેવારો નિમિતે ગામડાઓમાંથી અને શહેરમાંથી ખરીદી કરવા મટે આવતા લોકો કપડાં તેમજ ખાણી-પીણીની કે અન્ય કોઇપણ જાતની જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે લોકો એકી સાથે આવતા હોય તો તે માટે કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ કયાંય ટ્રાફિક જામ ન થાય અને લોકોને કોઇપણ જાતની તકલીફ ના પડે અને દિવાળીનો તહેવાર આનંદ અને હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે ઉપલેટાના ઇન્ચાર્જ પી. આઇ. વી. એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવ્યું હતું. (તસ્વીર - અહેવાલ : ભરત દોશી -ઉપલેટા)

(11:41 am IST)