Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ગોંડલમાં દારૂ-બિયર સાથે બે શખ્સો પકડાયા : એલસીબીનો દરોડો

કુમકારપાલસિંહ અને રાહુલની ધરપકડ : ચોરડી દરવાજા પાસે વરર્લીના આંકડા લેતા ૩ શખ્સો પકડાયા

ગોંડલ, તા. ર૩ : ગોંડલ રૂરલ એલસીબીએ દરોડા પાડી દારૂ-બિયરના જથ્થા સાથે બે શખ્સોને તેમજ વરર્લીના આંકડા લેતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં.

રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ. એન. રાણા તથા પીએસઆઇ એચ.એ. જાડેજાની ટીમે ગોંડલ શહેર વિસ્તારમાં યોગીનગરમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-પ તથા બીયરના ટીન નંગ-૯ તથા મોબાઇલ તથા મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૩૮ર૦૦ના મુદામાલ સાથે આરોપી (૧) કુમકારપાળસિંહ ઉર્ફે કુમારસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા રહે. ગોંડલ (ર) રાહુલ જેન્તીભાઇ ઉકરાણી રહે. ધોરાજી વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.  તેમજ ગોંડલ ચોરડી દરવાજા વિસ્તારમાંથી વર્લીફીચરના આંકડાનો જુગાર રમતા રોકડ રૂપિયા ૧ર૦ર૦ તથા કુલ મુદામાલ મળી રૂપિયા ૧૮૦ર૦ સાથે (૧) રાકેશ હીંમતભાઇ પરમાર રહે. ગોંડલ (ર) કિશોરભાઇ શીવલાલભાઇ પૈજા રહે. ગોંડલ (૩) જયેશભાઇ પ્રેમજીભાઇ સોઢા રહે. રાજકોટ કોઠારીયા રોડ હુડકો સોસાયટી વાળાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

તેમજ ગોંડલ વિસ્તારમાંથી ભગવતપરા વિસ્તારમાંથી વિનુભાઇ શામજીભાઇ ગોહેલને દેશી દારૂાસાથે વેચાણ કરતો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(11:41 am IST)