Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વાંકાનેરના લુણસરીયા પાસે ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત : વાલીની શોધ

વાંકાનેર તા ૨૩  : વાંકાનેર થાન વચ્ચેની રેલ્વેના લુણસરીયા ગામ પાસેના સ્ટેશન નજીકથી બે દિવસ પહેલા કોઇ ટ્રેન હડફેટે ચડી ગયેલા અજાણ્યા યુવકના મળી આવેલ મૃતદેહ બાદ બેલ્વે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે.

વાંકાનેર રેલ્વે પોલીસના હે.કો. ઇન્દુભા ઝાલાએ માહીતી આપતા જણાવેલ છે કે, વાંકાનેર થાન વચ્ચે લુણસરીયા ગામના રેલ્વે સ્ટેશન પાસે તા. ૨૧-૧૦-૧૯ ના સવારેૃૃ પાંચ વાગ્યા પહેલા કોઇપણ પસાર થતી ટ્રેન હડફેટે ચડી ગયેલા અજાણ્યા યુવકને ગંભીર ઇજા સાથે ઘટના સ્થળે જ મૃત્યુ પામેલા. આ યુવકના મૃતદેહને કબજે લઇ પી.એમ. માટે હોસ્પીટલે ખસેડેલ. આ મૃતક યુવકની ઉંમર આશરે ૪૦ વર્ષ તથા તેણે જમણા હાથના અંગુઠા ઉપર ''રાધા'' તેમજ હાથની કલાઇ ઉપર જયખોડીયાર માં અને મૂર્તી ત્રોફાવેલ છે, તથા કાળા રંગનું પેન્ટ અને ચોકલેટી રંગનો ચેકસ વાળો શર્ટ પહેરેલો છે. આ  વર્ણન ધરાવતા હીન્દુ યુવકના વાલી-વારસોએ વાંકાનેર રેલ્વે પોલીસના હે.કો. ઇન્દુભા ઝાલા મો. ૯૮૨૫૨ ૧૫૮૯૫ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

(11:33 am IST)