Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

દેવભુમી દ્વારકા જીલ્લાના શખ્‍સની લાખો રૂપીયાની સોનાની દાણચોરીમાં

જામનગર, તા., ૨૩: જામનગર કસ્‍ટમ વિભાગ એકાએક હરકતમાં આવીને સોનાની દાણચોરી કરવામાં આવતી હોવાની ચોક્કસ બાતમીના આધારે દેવભુમી દ્વારકા જીલ્લાના એક શખ્‍સને લાખો રૂપીયાના સોના સાથે જામનગર નજીકથી કસ્‍ટમ વિભાગે ઝડપી લઇને સોનાની દાણચોરી અંગે આ શખ્‍સની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

જામનગર જીલ્લામાં સોનાની દાણચોરી ઝડપી લેવા માટે ડીઆરઆઇ તથા કસ્‍ટમ્‍સ પ્રીવેન્‍ટીવમાં કામ કરી ચુકેલા કસ્‍ટમ સુપેરીટેન્‍ડેન્‍ટ સલાયા-ખંભાળીયા જે.વી.મોદીને મળેલ બાતમીના આધારે કસ્‍ટમ વિભાગે એક શખ્‍સને લાખો રૂપીયાના સોના સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે.

દાણચોરી કરેલ સોના સાથે એક શખ્‍સ જામનગર આવતો હોવાની માહીતી મળતા કસ્‍ટમ સ્‍ટાફ દ્વારા વોચ ગોઠવી મોહમદ હનીફ વસા રહે. દ્વારકા નામના શખ્‍સને તપાસતા તેની પાસેથી અંદાજીત ૭૭પ ગ્રામ જેટલી માટી સ્‍વરૂપમાં સોનુ લાવતા પકડાયેલ છે. જેની કેમીકલ પ્રક્રિયા દ્વારા અંદાજીત પ૦૦ ગ્રામ જેટલુ શુધ્‍ધ સોનુ મળવાની કસ્‍ટમને આશા છે. આરોપી આ સોનુ કોના કહેવાથી અને કોના માટે લાવ્‍યો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. ધરપકડ

(4:45 pm IST)