Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ધ્રાંગધ્રાના નાયબ મામલતદાર જીતેન્‍દ્ર વાઘેલાની ૭ હજારની લાંચ લેતા ધરપકડ

વઢવાણ તા. ૨૩ : સુરેન્‍દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર અને ધ્રાંગધ્રા જેલના ઇન્‍ચાર્જ જેલર જીતેન્‍દ્ર કાંતિલાલ વાઘેલા રૂા. ૭ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ ફરિયાદીના મામા તથા મામાનો દિકરો ધ્રાંગધ્રા સબ જેલમાં હોય તેઓના વિરૂધ્‍ધ જેલ બદલી માટેના ખોટા રિપોર્ટ નહી કરવા તથા ખોટી રીતે હેરાન નહી કરવા માટે રૂા. ૭ હજારની માંગણી ઇન્‍ચાર્જ જેલર જીતેન્‍દ્ર વાઘેલાએ કરી હતી જેથી છટકુ ગોઠવીને તેને ઝડપી લીધા હતા.  આ કામગીરી ટ્રેપીંગ અધિકારી સી.જે.સુરેજા, સુપર વિઝન અધિકારી એચ.પી.દોશી અને એસીબી ટીમે કરી હતી.

(4:43 pm IST)