Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

લખતરના રાજવીની હવેલીમાંથી ચોરાયેલી પ્રાચિન મૂર્તિઓ સહીત ૪૦ લાખના મુદામાલ પૈકી ૯ લાખની વસ્તુઓ કબ્જે

ચોરીમાં સંડોવાયેલા સેડલા ગામના ભાણજીખાન અને હયાત ખાનને દબોચી લઇ લખતર પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો : ચોરાયેલ ૧ કીલો સોનુ જપ્ત કરવા તજવીજ

 વઢવાણ તા.ર૩ : લખતરના રાજવીની હવેલીમાંથી પ્રાચીન મૂર્તિઓ સહીત ૪૦ લાખના મુદામાલની ચોરીનો ભેદ ઉકેલી લખતર પોલીસે ચોરીમાં સંડોવાયેલા સેડલા ગામના બે શખ્સો પાસેથી ૮ લાખનો મુદામાલ કબ્જે લીધી હતો.

બનાવની વિગતો મુજબ લખતર પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારના દરબારગઢમાં આવેલ ઠાકોરજી (રણછોડરાયજીની) હવેલીમાં ગઇ તા.૧૧/૧૦/ર૦૧૮ ની રાત્રીના સમયે ચોરીનો બનાવ બનેલ જે બનાવની જાહેરાત લખતર પોલીસ સ્ટેશનમાં તા.૧૧/૧૦/ર૦૧૮ ના ક.૧૦ વાગ્યે હરપાલસિંહ ઉર્ફે હેપ્પીદાદા ગજેન્દ્રસિંહ ઝાલા રહે. લખતર દરબારગઢનાઓએ ફરીયાદ આપતા ગુન્હો દાખલ કરવામાં આવેલ આ ગુન્હામાં ચોરીમાં ગયેલ પંચધાતુની ઠાકોરની મૂર્તિ તથા અન્ય નાની મૂર્તિઓ તથા સોના-ચાંદીના થાળી વાટકા તથા સોના ચાંદીના ભગવાનના નાના-મોટા વાટકા તથા ભગવાનના રમકડા મળી કુલ રૂપિયા ૪૦,૦૦,૦૦૦ લાખની ચોરી થયેલ જે ચોરી કરનાર ઇસમો અંગે પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમો તથા એસ.ઓ.જી. શાખાના પો.સબ.ઇન્સ. સોલંકી તથા રાણા તથા તેઓના સ્ટાફના માણસો તેમજ લખતર પો.સબ.ઇન્સ ઇશરાની તથા તેઓના સ્ટાફના અરવિંદ તથા ધૃવરાજસિંહ તથા ક્રિપાલસિંહ તથા ભરતભાઇ તથા પ્રહલાદભાઇ વિગેરે ટીમના માણસો તપાસમાં ચાલુ હતા દરમ્યાન ચોકકસ બાતમીદારો થકી હકીકત મળેલ કે લખતર રાજમહેલમાં ચોરી કરનાર ઇમો જતવાડ વિસ્તારના હોય જે તરફ તપાસ ટીમના સદસ્યો મારફતે ધ્યાન કેન્દ્રીત કરાવતા પાટડી તાલુકાના સેડલા ગામે રહેતા ક૧) ભાણજીખાન ઉર્ફે ભાણીયો મુરીદખાન જત મલકે (ર) હયાતખાન ઉર્ફે હીતુ હુસેનખાન જાતે. જત મલેક વાળાઓ એજ આ ચોરી કરેલ હોવાનું ફલીત થતા બાતમીદારો થકી માહીતી મેળવી જણાવેલ ઇસમો મળી આવ્યે પુછ પરછ અર્થે લઇ આવવા એસ.એસ.આઇ. અયુબભાઇ તથા હેડ કોન્સ યુનુશભાઇ તથા દિલીપસિંહ તથા પો.કોન્સ. બળવંતસિંહ તથા વિજયભાઇ તથા મહેબુબભાઇનાઓ જણાવેલ ઇસમોને સોખડા ગામના બોર્ડ સામે આવેલ તલાવડી મુકામેથી મળી આવતા આ બન્ને ઇસમોને તપાસ અર્થે કચેરીએ લાવી આગવી ઢબે પુછપરછ બન્ને ઇસમો ભાગી પડેલ અને જે રીતે ચોરી કરેલ તે તમામ હકીકત જણાવી દીધેલ અને જે મુદામલ ચોરીમાં લઇ ગયેલ તે પોતાના ઘર બાજુમાં ખંડેર મકાનમા છુપાવી રાખેલ હોવાની કેફીયત આપતા બન્ને આરોપીઓને અટક કરેલ અને જણાવેલ ટીમના માણસો સાથે રાખી મુદામાલ જયા છુપાવી રાખેલ હતો. તે નીચે મુજબનો આરોપીઓએ કાઢી આપી રજુ કરતા કબ્જે કરેલ છે જે પૈકી સોનાની થાળી વાટકા તથા અરીસો વિગેરે વસ્તુ ખરેવા ગામના મુકેશભાઇ ચીમનલાલ માંડલીયા (સોની), નાઓએ વેચેલ હોવાની હકીકત જણાવેલ હોય જે તરફ તપાસ ચાલુ છે.

આરોપીઓના કબ્જામાંથી નીચે મુજબનો રાજમહેલ ઠાકોરજીની હવેલીમાં ચોરેલ અસલ પીળા ધાતુની ઠાકોરજીની મૂર્તિ નંગ-૧ પીળી ધાતુની સ્વામીજીની નાની મૂર્તિ નંગ-પ પીળી ધાતુની રઘુનાથજીની મૂર્તિ નંગ-૧ પીળી ધાતુની કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપની મૂર્તિ નંગ-૧ પીળી ધાતુની ઠાકોરજીના બાળ સ્વરૂપની નાની મૂર્તિ નંગ-ર સફેદ ધાતુની ગોપી તથા હરણ નંગ-ર વાળી કુલ મૂર્તિ નગ-૩ છે તે સફેદ ધાતુની નાની -મોટી ગાય નંગ-ર વાછરડા સાથેની સફેદ ધાતુના ઘોડા નંગ-ર સફેદ ધાતુની સ્ટેન્ડ સાથેની બતક તથા પોપટ એક-એક એમ નંગ-ર છે તે સફેદ ધાતુની નૌકાવિહાર સિહાસન સાથેની તથા સિહાસનમાં પીળી તથા સફેદ નંગવાળી માળા બાંધેલ છે તે નૌકાવિહાર એક તથા સફેદ ધાતુની સ્ટેન્ડ સાથેની નાની મોટી ગાય નંગ-ર તથા સફેદ ધાતુનો સ્ટેન્ડ સાથેનો ઉંદર નંગ-૧ સફેદ ધાતુના સ્ટેન્ડ સાથે મોરપિંછ સાથેના નંગ-ર તથા સફેદ જેવુ સ્ટેન્ડ એક તથા હીરા ઝડીત મુગટ નંગ-૧ તથા સફેદ ધાતુનો નાનો કાચબો નંગ-૧ સફેદ ધાતુના ધુપેલીયા નંગ-ર સહીત કબ્જે કરેલ કુલ નંગ ૧૧૪ તમામ ઓરીઝનલ મુદામાલ રૂપિયા ૮,૦૦,૦૦૦ લાખનો કબ્જે કરેલ છે. તેમજ એકાદ કીલો જેટલુ સોનું ચોરાયેલ છે તે હસ્તગત કરવા આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ કરેલ છે.

(3:44 pm IST)