Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

પોરબંદરનો પાણી પ્રશ્‍ન વિકટ બને તેવી સ્‍થિતિઃ જળાશયોમાં તળિયા દેખાયા

પોરબંદર તા. ર૩: શિયાળાની શરૂઆતથી પાણીની તંગી વર્તાય રહી છે. શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા ખંભાળા જળાશયમાં ૮ ફુટ અને ફોદારા જળાશયમાં ૧પ ફુટ પાણી છે બન્‍ને જળાશયોમાંથી ઉદ્યોગોને પાણી વિતરણ કરવામાં આવે છે હાલ જળાશયના તળિયામાં પાણી આવી ગયું હોય પ્રજાના પીવાના પાણી માટે આગોતરા આયોજન કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

શહેરમાં પાણીસ્ત્રોત માટે રાણાવાવ અને ભોદ વચ્‍ચે હાઇવે સાઇડ પોરબંદર નગરપાલિકાનો પમ્‍પ હાઉસ ચાલુ કરવાની જરૂર છે. કોયાણાની મીણસાર નદીનું પાણી ફિલ્‍ટર પ્‍લાન્‍ટ સુધી લાવવું જોઇએ મીણસાર નદીમાં મર્યાદિત પાણીનો જથ્‍થો છે.

પરંતુ નદી પાસે અગાઉ કરેલ બોર તૈયાર છે જરૂર પડે તો તેનો ઉપયોગ કરવો જોઇએ. બે દાયકાં પહેલા પોરબંદર જૂનાગઢ જિલ્લામાં હતું તે સમયે પૂર્વ કલેકટર બી. કે. સિંહાએ મીણસાર નદીના પાણીસ્ત્રોત માટે અભ્‍યાસ કરેલ હતો અને બોરનો ઉપયોગ કર્યો હતો અને પાણી પ્રશ્‍ને રાહત કરી આપી હતી તે સમયે અમરદળના સરપંચ હમીરભાઇએ પોતાની વાડીના ભરપૂર પાણી કરેલા પ કુવામાંથી એક કુવાનું પાણીસ્ત્રોતનો હાલ ઉપયોગ કરવામાં આવે તેવું લોકો ઇચ્‍છી રહેલ છે.

(1:13 pm IST)