Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

હળવદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજયાદશમી ઉત્સવ યોજાયો

અહીના શિશુ મંદિર શાળાના વિશાળ પટાંગણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજયાદશમી ઉત્સવ યોજાયો હતો જેમાં સ્વયંસેવકોએ શહેરના મુખ્ય માર્ગો પર પથ સંચલન બાદ શાળાના મેદાનમાં દંડ, યોગ, પદવિન્યાસ જેવા અલગ અલગ યોગનું પ્રાત્યાક્ષીત કર્યુ હતું જેમાં મુખ્ય વકતા આરએસએસના ગુજરાત પ્રાંત શારીરિક પ્રમુખ રહ્યાં હતાં આ ઉત્સવમાં સુરેન્દ્રનગર સંઘ ચાલક તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી પ્રાત્યાક્ષીત તેમજ બૌધ્ધિક સાંભળ્યુ હતું. હળવદ તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘવિજયાદશમી ઉત્સવની ઉજવણીના ભાગરૂપે શિશુ મંદિર શાળાના વિશાળ પટાંગણમાં એકઠાં થઈ પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકોએ શહેરના મુખ્ય માર્ગો પર પથ સંચલન કરવામાં આવ્યું હતું જેમાં સ્વયંસેવકોને પથ સંચલન દરમિયાન નગરજનોએ ફુલડે વધાવ્યા હતા તો સાથે ગગનભેદી ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતાં.ત્યારબાદ શ્રી સરસ્વતી શિશુ મંદિરના વિશાળ પટાંગણમાં ગણવેશધારી સ્વયંસેવકોએ દંડ,યોગ,પદવિન્યાસ, સહિતના અલગ અલગ યોગનુ પ્રાત્યાક્ષીત કરવામા આવ્યું હતું. અતિથિ વિશેષ નવલભાઈ શુકલના પ્રવચન બાદ કાર્યક્રમના મુખ્ય વકતા ગુજરાત પ્રાંત શારીરિક પ્રમુખ જગદીશભાઈ ચાવડાનુ બૌદ્ઘિકમા જણાવ્યું કે રાષ્ટ્રની સાપ્રંત સ્થિતિ અને ઈતિહાસમાં બનેલ ઘટના નો ઉલ્લેખ કરી નિત્ય શાખા દ્વારા સંગઠન મજબૂત કરવા માટે આહ્વાન કર્યુ હતું. આ તકે સુરેન્દ્રનગર જિલ્લાના સંઘચાલક ડો સીટી પટેલ તેમજ મોટી સંખ્યામાં સ્વયંસેવકો તેમજ નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ દિપક જાની.હળવદ)

(1:01 pm IST)