Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ગારીયાધાર રેતી-ખનીજ ચોરીમાં ર૦ શખ્‍સો જેલ હવાલે

ગારીયાધાર તા. ર૩ : ગારીયાધાર શનીવારે રાત્રીના સમઢીયાળાનાથી આરઆર સેલ દ્વારા ૩૭ લાખના મુદામાલ સાથે રેતીની ગીરરીતીની સફળ રેઇડ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ ત્રણ ફરીયાદના ર૦ જેટલા આરોપીઓ પોલીસ મથકે હાજર થઇ જતા ગારીયાધાર પોલીસ દ્વારા વિધિવત અટક કરાવી હતી જે  તમામ આરોપીઓને ગતરાત્રીના ૯ કલાકે ગારીયાધાર કોર્ટમાં મેજીસ્‍ટેડ સામે રજુ કરવામાં આવ્‍યા હતા.

જે તમામ આરોપીને ન્‍યાયલય દ્વારા કોર્ટ હવાલેનો હુકમ કરવામાં આવતા ર૦ જેટલા આરોપીઓને ગારીયાધાર પોલીસ દ્વારા અલગ-અલગ પોલીસ વાહનોમાં પાલીતાણા અને ભાવનગર જેલ હવોલ કરવામાં આવ્‍યા હતા.

(12:52 pm IST)