Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

કુતરાને જોઇ બળદ ભડકતા વૃધ્‍ધ મુળાભાઇ ગાડા પરથી પટકાયાઃ વ્‍હીલ ફરી વળતા મોત

પારેવડા ગામમાં બનાવઃ દલીત વૃધ્‍ધ ગાડુ લઇ વાડીએ જતી વખતે બનાવ

રાજકોટ તા. ર૩: કુવાડવાના પારેવડા ગામમાં વીસ દિવસ પહેલા કુતરાઓને જોઇ બળદ ભડકતા દલીત વૃધ્‍ધ ગાડા ઉપરથી પટકાતા તેના પર ગાડાના વ્‍હીલ ફરી વળતા ઇજા થતા તેનું રાજકોટની સરકારી હોસ્‍પિટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ પારેવડા ગામમાં રહેતા મુળાભાઇ કાળાભાઇ વાળા (ઉ.વ. ૭૦) ગત તા. પ/૧૦ના રોજ ગાડુ લઇને વાડીએ જતા હતા ત્‍યારે ગામમાં ગાડાની આડે અચાનક કુતરાઓ આવી જતા તેને જોઇ બંને બળદ ભડકતા દલીત વૃધ્‍ધ ગાડા પરથી પટકાયા હતા અને ગાડાનું વ્‍હીલ તેના પેટ ઉપર ફરી વળતા તેને ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને વૃધ્‍ધ મુળાભાઇને તાકીદે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં ગઇકાલે તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ ફતેહસિંહ સોલંકી તથા જેન્‍તીભાઇએ કાર્યવાહી કરી હતી.

(12:42 pm IST)
  • દિલ્હીઃ રાકેશ અસ્થાનાને હાઈકોર્ટની રાહત:આગામી સુનાવણી સુધી ધરપકડ નહીં:હાઈકોર્ટે CBI પાસેથી ગુરૂવાર સુધી જવાબ માંગ્યો access_time 7:15 pm IST

  • રાજયના મોલ - મલ્‍ટિપ્‍લેકસમાં પાર્કિંગ ચાર્જનો વિવાદ ફરી હાઇકોર્ટમાં પહોંચ્‍યોઃ મોલ-મલ્‍ટિપ્‍લેકસમાં એક કલાક પાર્કિંગ ફ્રીના નિર્ણય સામે ફરી અપીલઃ હાઇકોર્ટના સિંગલ જજના આદેશ સાથે અમુક મોલ સંચાલકોની અરજી access_time 4:52 pm IST

  • શારીરિક ક્ષતિવાળા વિદ્યાર્થીઓના કવોટામાંથી ૨ વિકલાંગ વિદ્યાર્થીને એમબીબીએસમાં એડમિશન આપવા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ હુકમ કર્યો છે access_time 1:16 am IST