Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ભાવનગર મહિલા આઇટીઆઇ-ર ના પ્રિન્‍સીપાલે મહિલા કર્મચારી સાથે અડપલા કર્યા

ભાવનગર, તા. ર૩ : ભાવનગરમાં મહિલા આઇટીઆઇ-ર ના પ્રિન્‍સીપાલે મહિલા કર્મચારી સાથે અડપલા કર્યાની ફરીયાદ નોંધાવાતા ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ શહેરમાં વિદ્યાનગર ખાતે આવેલ મહિલા આઇટીઆઇ-રમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતી વિપ્ર યુવતીએ એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં પ્રિન્‍સીપાલ તરીકે ફરજ બજાવતા મનોજ શંકરભાઇ ધાંધલીયા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી જણાવ્‍યું હતું કે છેલ્લા ૪ મહીના દરમિયાન પ્રિન્‍સીપાલે તેઓ પાસે અઘટિત માંગણી કરી, શારીરિક અડપલા કર્યા હતાં તેમજ જો કોઇને કહીશ તો તેની કારર્કીદી બગાડી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે પ્રીન્‍સીપાલની વિરૂદ્ધ ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવથી શિક્ષણજગતમાં ભારે ચકચાર જાગી છે.

(12:38 pm IST)
  • મુંબઈ:એરપોર્ટ પર ૬ કલાક વિમાન સેવા બંધ રહેશે :મુંબઈ એરપોર્ટના રન-વેના સમારકામને લઇ સવારે ૧૧ કલાક થી ૫ કલાક વિમાનસેવા બંધ: ૩૦૦થી વધુ વિમાનસેવાઓને અસર પડશે access_time 2:23 pm IST

  • દાહોદના ઝાલોદની RTO ચેકપોસ્ટ પર એસીબીનો દરોડો :કોમ્પ્યુટર ઓપરેટરની મિલિ ભગતથી વાહનચાલકો પાસેથી નાણાં ઉઘરાવવાનું કૌભાંડ બહાર આવ્યું :ડિકોય ટ્રેપ કરી આસિસ્ટન્ટ મોટર વહીકલ ઇન્સ્પેકટર અને કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી પાડ્યા:વાહન દીઠ રૂપિયા 500 ઉઘરાવતા હતા. access_time 6:45 pm IST

  • શ્રીનગરમાં લાલચોકની આસપાસ જવા પર પ્રતિબંધઃ માર્ચ કાઢવાની કોશીશ કરી રહેલ યાસીન મલીકની ધરપકડ : કુલગામમાં રવિવારે થયેલ બ્‍લાસ્‍ટમાં સાત નાગરીકોના મોત બાદ અલગતાવાદીઓ પ્રદર્શન કરી રહયા છેઃ ગિલાની અને મિરવાઇઝને પહેલાજ નજરબંધ કરાયા છેઃ શાળા-કોલેજો બંધઃ બારામુલા-બનિહાલ વચ્‍ચે ટ્રેન સેવા અને મોબાઇલ ઇન્‍ટરનેટ સેવા બંધ કરાયા access_time 4:52 pm IST