Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં તલાટી મંત્રીઓની હડતાલનો બીજો દિ'

સરકાર સામે આક્રોશઃ અણઉકેલ પ્રશ્નો ઉકેલવા ઉગ્ર માંગણીઃ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અરજદારો હેરાન

રાજકોટ તા. ર૩ :.. રાજયમાં તલાટી મંત્રીઓ દ્વારા ગઇકાલ સોમવારથી અચોકકસ મુદતની હડતાલના મંડાણ કર્યા છે આજે આ હડતાલનો બીજો દિવસ છે.

અણ ઉકેલ પ્રશ્નો ઉકેલવાની માંગ તલાટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. અચોકકસ મુદતની હડતાલના કારણે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અરજદારો હેરાન થઇ રહ્યા છે.

સાવરકુંડલા

સાવરકુંડલા : તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા તાલુકાભરના ખળભળાટ મચી જવા પામેલ છે.

તલાટી કમ મંત્રીઓની વિવિધ માગણીઓનાં સરકાર સ્‍વીકાર ન કરતા સાવરકુંડલાના તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. અને ચાવીઓ સ્‍ટેમ્‍પો વિગેરે ચીજ વસ્‍તુઓ એ. ટીડીઓને સોંપી આપેલ હતું.

રાજુલા

રાજુલા : ગુજરાત રાજયનાં દસ હજાર થી વધુ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રીઓ ૨૨/૧૦/૨૦૧૮ થી તેમની વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાળ પર તાલુકા પંચાયત કચેરીએ હડતાળ પર ઉતર્યો છે આથી રાજુલા તાલુકાના પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા વતી ભાણાભાઈ ગુજરીયા અને કુંડલિયાળાના સરપંચ ગાંગાભાઈ હડિયાએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતાં જણાવ્‍યું હતું કે તલાટી કમ મંત્રીઓનો ગ્રામપંચાયત કચેરીના હોય ગ્રામજનોને કામો હોય આથી હમારો સંર્પક કરે છે. અચોક્કસ મુદતની હડતાળના કારણે ગામોના તમામ કામો અટકી ગયા છે તેમજ અગાઉ થયેલા ગ્રામપંચાયતનાં વિકાસના કામોના બિલોના રકમ ચુકવવાની બાકી હોય સરકારનાં નિયમો મુજબ ગ્રામ પંચાયતનાં ચેકમાં તલાટી કમ મંત્રીની સહી જરૂરી હોય આથી સહી વગર એક રૂપિયાનો વ્‍યવહાર થઈ શકે તેમ નથી તેમજ જે કોન્‍ટ્રાક્‍ટરો તથા મજૂરોને નાણાં ન મળવાથી તેમના પરિવારોની દિવાળી બગડે તેમ છે આથી વહેલી તકે આ અચોક્કસ મુદતની હડતાળનો ઉકેલ લાવવામાં આવે જેથી ગ્રામપંચાયતના કામો સમયસર કાર્યરત થાય તેમજ કુંડલિયાળાનાં સરપંચ ગાંગાભાઈ હડિયાએ વધુમાં જણાવ્‍યું હતું કે જો હડતાળ નો ઉકેલ લાવવામાં નહીં આવે તો હમારે સરપંચએ પણ આ હડતાળમાં જોડાવું પડશે અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સરકારે માઠાં પરિણામો ભોગવવા પડશે' રાજુલા તાલુકા પંચાયત કચેરીએ ચાલી રહેલી તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાળમાં રાજુલા તાલુકાના ૪૧ તલાટી કમ મંત્રીઓ જોડાયા હતા. કુંડલિયાળાના સરપંચ ગાંગાભાઈ હડિયા, પીપાવાવ માજી સરપંચ ભાણાભાઈ ગુજરીયા તથા વિકટરનાં યુવા અગ્રણી અજયભાઈ શિયાળ દ્વારા છાવણીની મુલાકાત લીધી હતી.

 કોટડાસાંગાણી

કોટડાસાંગાણી : તાલુકાના બેતાલીસ ગામોના તલાટી મંત્રીઓ પોતાની વીવીધ માંગણીઓ લઈને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરતા ગ્રામ પંચાયતના કામો ખોરવાયા હતા અને અરજદારોને હાલાકિ ભોગવવાનો વારો આવ્‍યો હતો.

તલાટીઓની રાજયવ્‍યાપી હડતાલને લઈનેᅠᅠ કોટડાસાંગાણી તાલુકાના બેતાલીસ ગામોના તલાટી મંત્રીઓ પણ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હતા અને આ અંગેની જાણ ટીડીઓને લેખીતમા કરાઈ હતી.તલાટીઓ દ્વારા સરકાર સમક્ષ વીવીધ માંગણીઓ છેલા ઘણા સમયથી પડતર હોય જે નહી સંતોશાતા તલાટીઓ હડતાલ પર ઉતર્યા હતા. તાલુકાના બેતાલીશ ગામોના તલાટીઓ હડતાલ પર ઉતરતા ગ્રામ પંચાયતના તમામ કામ ખોરવાયા હતા જેને લઈને અરજદારો અને લોકો ભારે પરેશાન થયા હતા. તલાટી તાલુકા પ્રમુખ જયરાજ વાળા અને પી એલ વસોયા તલાટી મંત્રી શાપરની આગેવાનીમા ટીડીઓને લેખીત જાણ કરાઈ હતી.પોતાની વીવીધ માંગણીઓને લઈને તાલુકા ભરના તલાટીઓ હડતાલ પર ઉતરતા  કોટડાસાંગાણી તાલુકા પંચાયતના અધ્‍યક્ષ અને સરપંચ એસોશીયેસન પ્રમુખ ભુપેન્‍દ્રસીંહ રાયજાદા દ્રારા તલાટીઓને ટેકો જાહેર કર્યો હતો અને સરકાર દ્વારા તલાટીઓની માંગ સ્‍વીકારાઈ તેવી માંગ પણ કરી હતી.

નીકાવા

નીકાવા - કાલાવડ : રાજય ભર ના ૧૧૦૦ થી પણ વધારે તલાટી કમ મંત્રી ઓ જયારે ગઈકાલથી પોતાની જૂની માંગણીઓને લઈને અચોક્ક્‌સ મુદતની હડતાલ પર ઉતરી ગયાં છે ત્‍યારે કાલાવડ તાલુકા તલાટી સંઘે પણ આ હડતાલને ટેકો જાહેર કરી આ હડતાલમાં જોડાય જતા કાલાવડ તાલુકાની આશરે ૧૦૦ થી પણ વધારે ગ્રામ પંચાયતોના પ્રજા લક્ષી કામો ટલ્લે ચડી ગયા છે. આ તકે જામનગર જિલ્લા તલાટી સંઘ પ્રમુખ રઘુભા જાડેજાના જણાવ્‍યા પ્રમાણે ગેટ પે સુધારવા સહિત તલાટીઓના વર્ષો જૂની વણ ઉકેલ માંગણીઓ સરકાર જાય સુધી નહીં સ્‍વીકારે અને ગુજરાત તલાટી સંઘનો આદેશના આવે ત્‍યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે. તાલુકાભરના તલાટી હડતાલ પર ઉતરી જતા તાલુકાની ગ્રામ પંચાયતો સુમસાન બની છે અને ગામોના સરપંચો ના ટેલીફોનો રણકી રહ્યા છે.

(12:31 pm IST)