Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

કાલે પૂ.મહંત સ્વામીનું ગોંડલમાં આગમન

દિપોત્સવ તહેવાર બીએપીએસના વડાની અધ્યક્ષતામાં ઉજવાશે : હરિભકતો ઉમટશે

ગોંડલ તા.૨૩ : બીએપીએસના પૂ.મહંત સ્વામીની અધ્યક્ષતામાં ગોંડલના સ્વામીનારાયણ મંદિર અક્ષર મંદિર ખાતે દિપોત્સવી પર્વ ધામધૂમથી ઉજવાશે.

ગોંડલમાં સંપ્રદાયના હરિભકતોને ૨૩ ઓકટોબરથી ૯ નવેમ્બર દરમિયાન પરમ પૂજય મહંત સ્વામી મહારાજના દિવ્ય સત્સંગનો લાભ પ્રાપ્ત થનાર છે. શરદપૂનમ, દિવાળી અને અન્નકુટ ઉત્સવની ઉજવણી માટે પૂ.મહંત સ્વામી મહારાજ ગોંડલમાં આવી રહ્યા છે.

જેના ગોંડલ અક્ષર મંદિરે બીએપીએસના વડા પૂજય મહંત સ્વામી મહારાજના આગમન નિમિતે સંતો ભકતો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. પૂજય મહંત સ્વામી મહારાજ ૨૩ ઓકટોબરે મંગળવારના રોજ શ્રી અક્ષર મંદિર ગોંડલ ખાતે પધારી રહ્યા છે. મહંત સ્વામીના આગમનને વધાવવા અક્ષર મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારાયુ છે. મહંત સ્વામી મહારાજ ગોંડલ ખાતેના રોકાણ દરમિયાન ઉજવાનાર ઉત્સવની ૨૪ ઓકટોબર બુધવારે શરદોત્સવ સવારે ૮ થી ૯ દરમિયાન અક્ષરઘાટ પર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના દ્વિતીય વાર્ષિક ઉત્સવ નિમિતે મહાપૂજા સાંજે ૭ થી ૧૧ દરમિયાન શરદોત્સવની મુખ્ય સભા, સવારે આશરે ૯૦૦૦ અને રાત્રે ૧૫૦૦૦ જેટલા ભાવિક ભકતો ભોજન ગ્રહણ કરશે.આશરે ૨૫૦૦૦ જેટલા ભકતોનો સમાવેશ થઇ શકે તેવા વિશાળ ગ્રાઉન્ડની હરિભકતો કાર્યકરો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. વિશાળ કલાત્મક સ્ટેજ સૌના આર્કષણનું કેન્દ્ર બની રહેશે. પાંચ મોટા અને વિશાળ એલઇડી સ્ક્રીન દ્વારા સમગ્ર મહોત્સવને નિહાળી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઇ રહી છે. ૭ નવેમ્બરને બુધવારે દિપોત્સવી પર્વ, ચોપડા પૂજનનો કાર્યક્રમ સાંજે પ થી ૭ દરમિયાન યોજાશે. ત્યારબાદ મહાપૂજા અને આતશબાજી યોજાશે. જયારે ૮ નવેમ્બરે ગુરૂવારે નૂતનવર્ષ અન્નકુટ ઉત્સવ સવારે ૮ થી ૯ દરમિયાન નૂતનવર્ષ નિમિતે વૈદિક મહાપૂજા, બપોરે ૧૨ થી સાંજે ૭ દરમિયાન ઠાકોરજી સમક્ષ અનેકવિધ વાનગીના અન્નકુટ દર્શન દર કલાકે ઠાકોરજીની આરતી દર્શન થનાર છે. પૂજય મહંત સ્વામી મહારાજના ગોંડલ ખાતેના રોકાણ દરમિયાન દરરોજ સવારે ૫ થી ૭ દરમીયાન સ્વામીના દર્શન તેમજ આર્શિવાદનો લાભ અને દરરોજ સાંજે  પ  થી ૮ દરમિયાન વશિષ્ઠ સંતો દ્વારા કથા વાર્તાપરાયણ તેમજ સ્વામીના દર્શન આર્શીવાદનો લાભ પણ પ્રાપ્ત થશે. ગોંડલમાં  પૂજય મહંત સ્વામી મહારાજના આગમનને વધાવવા તમામ અબાલ વૃધ્ધ પુરૂષ તેમજ મહિલા હરિભકતો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

(12:11 pm IST)
  • પાકિસ્તાન શાંતિ ઇચ્છે છેઃ ઇમરાનને ડહાપણ દાઢ ફૂટી :છેલ્લો એક દાયકો ખૂબ ખરાબ રહ્યોઃ ચૂંટણીના કારણે ભારતે અમારા પ્રસ્તાવને ફગાવી દીધેલઃ ચૂંટણી પછી ફરીથી દોસ્તીનો હાથ લંબાવશું તેમ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાનખાને કહયું છે. access_time 4:23 pm IST

  • અમદાવાદ:સુપ્રીમકોર્ટના આદેશ બાદ જાહેરનામું બહાર પડાશે :૧૦ વાગ્યા બાદ ફટાકડા ફોડનારા વિરુદ્ધ કાર્યવાહી કરાશે :જૂના ફટાકડા વેચનારા વેપારીઓને ત્યાં તપાસ કરાશે: વિક્રેતાને લાયસન્સ આપતા સમય SCના નિયમનું પાલન કરાશે access_time 3:47 pm IST

  • રેલ્વેએ બનાવી હાઇટેક 'ટ્રેન-૧૮' : રર૦ કિમીની ઝડપ : એન્જીન વગરની છે ટ્રેન : આધુનિક સુવિધા access_time 4:24 pm IST