Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

જેતપુરના ડેડરવામાં લપસી જતાં પ્રવિણભાઇ પટેલનું મોત

રાજકોટ તા. ૨૩: જેતપુર તાબેના ડેડરવા ગામે રહેતો પ્રવિણભાઇ કેશુભાઇ વઘાસીયા (ઉ.૩૨) નામનો લેઉવા પટેલ યુવાન સવારે ચારેક વાગ્યે ઉઠીને ચાલવા જતાં લપસી પડતાં માથામાં ઇજા થતાં જેતપુરથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃત્યુ પામનાર યુવાન સાડીના કારખાનામાં કામ કરતો હતો. તે બે ભાઇમાં મોટો હતો. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(12:10 pm IST)