Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, જસદણ દ્વારા સાત ગામની શાળાઓના છાત્રાઓનો પ્રાકૃતિક શિબિર કાર્યક્રમ સંપન્ન

જસદણ, તા. ૨૨: પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ દ્વારા ઈકઙ ઇન્ડિયાના આર્થિક સહયોગથી જસદણ અને ચોટીલા તાલુકાના ૭ ગામોમાં આરોહણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આરોહણ પ્રોજેકટ અંતર્ગત ૭ ગામની પ્રાથમિક શાળાના ૭૦ બાળકો માટે નવરાત્રી વેકેશનમાં હિંગોળગઢ ખાતે પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં બાળકોને પ્રકૃતિનું અને માનવજીવન સાથે કુદરતનું શું જોડાણ છે તે વિષે જાગૃત કરીને સમજ આપવામાં આવી હતી. આ માટે રુસ્તમભાઈ રાઠોડ દ્વારા બિલેશ્વર કેમ્પ સાઈટ વિષે સમજણ  ઉપરાંત સૌરાષ્ટ્રમાં જોવા મળતા સાપ તથા વિવિધ પક્ષીઓનો પરિચય કરાવી તેનો કુદરત અને માનવજીવન સાથેનો સંબધ વિષે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બિલેશ્વર કેમ્પ સાઈટમાં બાળકોને રોપ વે કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બધા વિદ્યાર્થીઓને ભીમકુઈ ખાતે શ્રી નારણભાઈ દ્વારા હિંગોળગઢ અભયારણ્ય વિષે પરિચય આપવામાં આવ્યો અનેહિંગોળગઢના જંગલમાં ચાલીને બાળકોને વિવિધ વનસ્પતીઓની ઓળખ કરાવવામાં આવી અને તેનું મહત્વ બાળકોને સમજાવવામાં આવ્યું હતું.

બાળકોને પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના શ્રી રીટાબેન રાઠોડ દ્વારા ન્યુઝ પેપરમાંથી ટોપી બનાવતા અભિનય ગીતો દ્વારા પ્રકૃતિ અને માનવજીવનનું મહત્વ સમજાવવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓને હિંગોળગઢમાં રહેલા સાપોની ઓળખ કરાવવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓને હિંગોળગઢના ઐતિહાસિક કિલ્લાની મુલાકાત કરાવવામાં આવી અને તેનો ઈતિહાસ બાળકોને જણાવવામાં આવ્યો. ત્યારબાદ બધા વિદ્યાર્થીઓએ નેચર કેમ્પ અંગેનો અભિપ્રાય આપ્યો અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના રીટાબેન રાઠોડ,  જયેશભાઈ પરાલીયા, અરજણભાઈ સાકરિયા તથા શૈલેશભાઈ બેરાણીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું માર્ગદર્શન સુમનભાઈ રાઠોડે આપ્યુ હતું.

(12:03 pm IST)