Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

વાંકાનેરમાં રવિવારે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા પાંચમાં સમુહલગ્ન

 વાંકાનેર તા. ર૩ : સુન્ની મુસ્લિમ પાંચમાં સમુહલગ્ન આગામી તા. ર૮ ના રોજ તાલુકાશાળા નં.૧ ગ્રાઉન્ડમાં ગ્રીનચોક પાસે યોજાશે.

હઝરત ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટીવ યંગ ગ્રુપ ઓફ વાંકાનેર દ્વારા પાંચમા સમુહ લગ્ન, જેમાં ૧૧ દુલ્હા ૧૧ દુલ્હનો લગ્ન ગ્રંથીથી જોડાશે. આ સમુહલગ્નના અધ્યક્ષ સ્થાને પીર સૈયદ ખુરશીદ હૈદર એ. પીરઝાદા (મીર સાહેબ-માજી ધારાસભ્ય) રહેશે તા. ર૮ને રવિવારે સવારે ૧૦ કલાકે  નિકાહ ખ્વાની તથા સત્કાર સમારંભ યોજાશે. બાદમાં બપોરે ૧ર કલાકે જમણવાર રાખવામાં આવેલ છે.

આ સમુહ લગ્નના આયોજનમાં અલ્તાફભાઇ ખલીફા, અશરફભાઇ ખલીફા, ફારૂકભાઇ ખલીફા, અસ્લમભાઇ પીલુડીયા, જુસબભાઇ ભટ્ટી, શોએલ ખલીફા, અબ્દુલભાઇ ભાલારા, ઇનસુભાઇ બાદી, આરીફભાઇ ખલીફા, ગુલામનબી ખલીફા, રઝાકભાઇ તરીયા, જમાલભાઇ ખલીફા, કાસમભાઇ મોમીન, મુસ્તક કાજી, પીન્ટુ જેસાણી, અનવરભાઇ પરાસરા, ઇકબાલભાઇ કડીવાર, ફરકાના કુરેશી દ્વારા આ પાંચમાં સમુહલગ્નનું આયોજન થયેલ છે.

જમાં દાતાઓ દ્વારા કુઆર્નશરીફ, મુસલ્લ, તસ્બીહ, પંજસુરા, કબાટ, દુલ્હાની ટોપી, દુલ્હા દુલ્હનના કપડા ઓછાડ સેટ, પલંગ, ચાંદીના સાંકળા, દુલ્હાની ચાંદીની વિંટી, સોનાનો નાકનો દાણો સિલીંગ ફેટ, ખુરશી સેટ, ટીપોઇ, કમ્બલ, કુકર, બેડાનો સેટ, સ્ટીલનો થાળ, સ્ટીનલી થાળી, ટીનના ડબ્બા વગેરે ૬ર જેટલી ઘર વપરાશની વસ્તુઓ આણામાંં દાતાઓના સહકારથી આપવામાં આવશે  જેમાં દાતાઓ તરફથી રોકડ રકમ આશરે એકલાખ જેટલી જેટલી અપાયેલ છે જે સમુહલગ્નના ખર્ચમાંં વપરાશે એ રકમ આપનારાઓમાં તમામ કોમના લોકોએ સમુહ લગ્નને મદદ કરેલ છે આ સમુહલગ્નના આયોજનની સાથે ધારાસભ્ય જાવેદ, પીરઝાદા, ઇરકાન પીરઝાદા, અને મુસ્લિમ અગ્રણી મહંમદભાઇ રાઠોડ સહયોગ આપી રહ્યા છ.ે

(11:45 am IST)