Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ઓખા રઘુવંશી સમાજ દ્વારા નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી

ઓખા : ગુજરાતીઓનો લોકપ્રિય અને સોથી મોટો ત્યોહાર નવરાત્રી માતાની આરાધના ઉપાસના સાથે વીના વિધ્ને તથા કોઇપણ જાતના અનિચ્છનીય બનાવ વગર સંપન્ન થયો. ઓખામાં છેલ્લા ઘણા વર્ષોથી લોહાણા મહાજનવાડી ખાતે ખુબ જ ઉત્સાહપુર્વક નવરાત્રી ઉત્સવ લોહાણા સમાજ દ્વારા ઉજવવામાં આવેલ છે. આ વર્ષે રઘુવંશી મહિલા મંડળ દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રઘુવંશી ખેલૈયાઓ બાળાઓ મન ભરીને રાસ ગરબે ઘુમ્યા હતા. દશેરાની ઉજવણીમાં પણ મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો હાજર રહયા હતા. ઓખા લોહાણા મહાજનવાડીમાં રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ હીનાબેન મોહનભાઇ બારાઇ તથા શ્રીમતિ ચેતનાબેન જગુભાઇ સામાણી અને તેમની મહિલા રઘુવંશી ટીમે ખુબ જ સારી જહેમત ઉઠાવી આ નવ દિવસના મહા પર્વને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે ઓખા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ વંદનાબેન વિઠ્ઠલાણી તથા મીઠાપુરના મહિલા પી.એસ.આઇ. શ્રી ચંન્દ્રકલાબા જાડેજા ઉપસ્થિત રહયા હતા. ઓખા રઘુવંશી  મહિલાના આ કાર્યને ઓખા લોહાણા મહાજન પ્રમુખ શ્રી મનસુખભાઇ બારાઇ તથા ઓખા રઘુવંશી યુવા પ્રમુખ શ્રી મોહનભાઇ બારાઇ, શ્રી નિલેશ ભાઇ પંચમમતીયા, શ્રી રમેશભાઇ સામાણી વગેરે  તમામ રઘુવંશી યુવા ટીમે સાથે રહી બીરદાવ્યું હતું. આ ગરબીનો તમામ ખર્ચ ઓખા મહાજને ઉઠાવ્યો હતો. દશેરાના દિવસે ગરબીમાં રહેલી ૫૧ રઘુવંશી બાળાઓને લાણી વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મહાજન પ્રમુખ શ્રી મનસુખભાઇ બારાઇ, યુવા પ્રમુખ શ્રી મોહનભાઇ બારાઇ તથા ઓખા રઘુવંશી મહિલા મંડળની ટીમના હસ્તે ચાંદીના જાંજરા સાથે પ્રોત્સાહિત ઇનામ આપી નવરાત્રીની શુભેચ્છા આપી હતી. તે પ્રસંગની તસ્વીરો.(તસ્વીરઃ ભરત બારાઇ)

(10:53 am IST)