Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ઓખાની તમામ ગરબીની મુલાકાત લેતા મહિલા પીએસઆઇ સી.બી.જાડેજા

ઓખાઃ વિજયાદશમીના દિવસે નવરાત્રીની પુર્ણાહુતિ પ્રસંગે તમામ ગરબીઓમાં ખેલૈયાઓ મન મુકી રાસે રમ્યા હતા. તેમાંયે ઓખા નગરપાલિકા વિસ્તારના ઓખા, સુરજકરાડી, બેટ અને આરંભડા ગામની તમામ ગરબીઓમાં ખુબજ શાંતિ પુર્વક માહોલમાં નવ દિવસ આ ઉત્સવ ઉજવાયો હતો. અહી પોલીસ તથા હોમગાર્ડ જવાનોનો રાત્રી બંદોબસ્ત પણ ખુબ જ સારો રહયો હતો. છેલ્લા દિવસે અહીના સ્થાનિક મહિલા પી.એસ.આઇ. શ્રી ચંન્દ્રકલાબા જાડેજા તથા ઓખા મરીન પી.એસ.આઇ. શ્રી ગઢવીએ તમામ ગરબીની શુભેચ્છા મુલાકાત લઇ ગરબીના આયોજકોનો આભાર વ્યકત કરી નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી અને નાની બાળાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરી હતી. આ પ્રસંગે તેમની સાથે સંદીપભાઇ પબુભા માણેક તથા વેપારી અગ્રણીઓ મોહનભાઇ બારાઇ પણ હાજર રહયા હતા તે પ્રસંગની તસ્વીર.(

(10:52 am IST)