Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સાયલા ગ્રામ પંચાયતના કર્મચારીઓની પ્રતીક ઉપવાસની ચીમકી

છેલ્લા 11 માસનો પગાર,સ્વચ્છતા વિષયક સાધનો પુરા પાડવા,અને ગ્રેચ્યુટી,પેંશન સહિતની માંગ સાથે આપ્યું આવેદન

સાયલા ગ્રામ પંચાયતના સફાઈ કામદારો દ્વારા વિવિધ માગણીઓને લઈ તાલુકા વિકાસ અધિકારી તેમજ સાયલા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. કર્મચારીઓનો છેલ્લા ૧૧ માસનો બાકી પગાર સ્વચ્છતા વિષયક સાધનો પૂરા પાડવા આવે. સાથે ગ્રેજયુટી અને પેન્શન આપવા વગેરેની માંગ આવેદનમા કરી છે.

   આ ઉપરાંત કાયમી કર્મચારીઓએ કામગીરીથી દૂર રહી આવતીકાલથી પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામ પંચાયતના સુપરવાઇઝર દ્વારા સફાઈ કામદારને ગાળો આપીને માર મારવામાં આવેલો જેની યોગ્ય કાર્યવાહી કરી પગલા લેવાની માગ પણ કરવામાં આવી છે.

(11:30 pm IST)