Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે રોજગાર/ એપ્રેન્ટીસ નિમણુંક પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ યોજાશે

 દેવભૂમિ દ્વારકા:શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર/ એપ્રેન્ટીસ નિમણુંક પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ યોજાશે.

આ બેઠકમાં જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ જણાવ્યું હતું કે, તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો રોજગાર/ એપ્રેન્ટીસ નિમણુંક પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ નગરપાલિકા ટાઉનહોલ, પોરબંદર રોડ, ખંભાળિયા ખાતે સંસદ સભ્ય રામભાઈ મોકરિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરીના અધ્યક્ષ સ્થાને યોજાશે.

(11:18 pm IST)