Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

કોંગ્રસની સેન્સ પ્રક્રિયા : સૌથી વધુ મોરબી બેઠક માટે ૧૩ દાવેદાર સહીત ત્રણ બેઠક માટે ૨૦ દાવેદારો મેદાને.

મોરબી :  ગુજરાત વિધાનસભા ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે અને રાજકીય પક્ષો ચુંટણી તૈયારીમાં વ્યસ્ત બન્યા છે જેમાં ચુંટણી લડવા માંગતા ઉમેદવારોની પસંદગી મહત્વનું કાર્ય હોય ત્યારે આજે કોંગ્રેસ દ્વારા મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે સેન્સ લેવામાં આવી હતી જેમાં મોરબી બેઠક માટે ૧૩ સહીત ત્રણ બેઠકો માટે ૨૦ દાવેદારો મેદાનમાં જોવા મળે છે

 કોંગ્રેસના સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝાની ઉપસ્થિતિમાં કોંગ્રેસની સેન્સ લેવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લામાં આવતી મોરબી-માળિયા વિધાનસભા બેઠક, ટંકારા-પડધરી વિધાનસભા બેઠક અને વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક માટે સેન્સ લેવામાં આવી હતી મોરબી બેઠક પર સૌથી વધુ ૧૩ દાવેદારો નોંધાયા હતા તો ટંકારા બેઠક માટે વર્તમાન ધારાસભ્ય સહિતના ચાર દાવેદાર તેમજ વાંકાનેર બેઠક પર વર્તમાન ધારાસભ્ય સહીત બે દાવેદારો નોંધાયા છે 

  મોરબી વિધાનસભા બેઠક માટે સૌથી વધુ ૧૩ દાવેદારો મેદાનમાં જોવા મળે છે જેમાં પૂર્વ ઉમેદવાર, કોંગ્રેસ સંગઠનના હોદેદારો, પૂર્વ ચેરમેન સહિતના દાવેદારો મેદાનમાં જોવા મળે છે અને સર્કીટ હાઉસ ખાતે સાંજ સુધી સેન્સ  પ્રક્રિયા ચાલી હતી જે નામોની યાદી પ્રદેશ કમિટી સમક્ષ રજુ કરાશે તેમ પ્રભારીએ જણાવ્યું હતું.

(9:53 pm IST)