Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ત્રણ પીએસઆઈની બદલી, અન્ય જીલ્લામાંથી ૬ પીએસઆઈની મોરબી જીલ્લામાં બદલી

મોરબી, તા.૨૩: વિધાનસભા ચુંટણી પૂર્વે પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી કરવામાં આવી રહી છે જેમાં આજે રાજ્યના વિવિધ પોલીસ મથકોના પીએસઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના ત્રણ પીએસઆઈની બદલી કરવામાં આવી છે તો અન્ય સ્થળેથી  ૬ પીએસઆઈની મોરબી જીલ્લામાં બદલી કરવામાં આવી છે.

રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પટેલ હરિભાઈ માનાભાઈની બનાસકાંઠા, જાડેજા ભૂપતસિંહ દાનસિંહની વડોદરા અને પીઠીયા વાલીબેન ભુપતભાઈની બદલી દેવભૂમિ દ્વારકા બદલી કરવામાં આવી છે.

જયારે સુરત શહેરમાં ફરજ બજાવતા બગડા ભાનુબેન મંગાભાઈ, ગાંધીનગર ઈન્ટેલીજન્સમાં ફરજ બજાવતા ધાંધલ મુળુભા જીવાભાઈ, સુરત શહેરમાં ફરજ બજાવતા ઠક્કર દિલીપકુમાર બાબુલાલ, સુરત શહેરમાં ફરજ બજાવતા રાણા જગદેવસિંહ ભગવતસિંહ, સુરત શહેરમાં ફરજ બજાવતા કાનાણી ધર્મિષ્ઠા વિશાલભાઈ તેમજ રાજકોટ શહેરમાં ફરજ બજાવતા હેરભા હરેશ રામભાઈની બદલી મોરબી ખાતે કરવામાં આવી છે.

(1:33 pm IST)