Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

અમરેલીમાં જુગાર રમતા ૭ શખ્‍સો રોકડ સાથે ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૩ : અમરેલી સીટી વિસ્‍તારમાં એલ.આઇ.સી. રોડ આદિત્‍ય એપાર્ટમેન્‍ટ પાછળના વિસ્‍તારમાં રેઇડ કરી કરી તીનપતીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા ૭ શખ્‍સોને રોકડા રૂા. ૧૨,૩૪૦ ના મુદ્દામાલ સાથે પકડી તેઓના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પોલીસે (૧) બાલકૃષ્‍ણભાઇ ઉર્ફે બાલો રમેશભાઇ ઝુંઝુવાડીયા (૨) વિમલભાઇ ઉર્ફે બાલી પરસોતમભાઇ સેજપાલ, (૩) નંદનભાઇ યોગેશભાઇ જોષી, (૪) નીતીનભાઇ જસવંતરાય સાદરણી (૫) કરણભાઇ રવજીભાઇ ચાવડા (૬) ગૌરવ મગનભાઇ વસાણી (૭) પ્રશાંતભાઇ મનહરભાઇ માંડલીયા રહે. બધા અમરેલી સામે કાર્યવાહી કરી છે.

પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારીના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્‍ટે. સર્વેલન્‍સ સ્‍ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.

(1:28 pm IST)