Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

પોરબંદર જિલ્લામાં આંગણવાડી અને આશા બહેનોની ટીમોએ ઘેર ઘેર જઇ બાળકોને પોલીયો ટીપા પીવડાવ્‍યા

પોરબંદર,તા.૨૩:પોરબંદર જિલ્લામાં તા.૧૮ના રોજ જુદા જુદા બુથ પર બાળકોને પોલિયોના ટીપા પિવડાવવામાં આવ્‍યા હતા. પોલીયોરવિવાર બાદ ૨ દિવસ કર્મીઓ ઘરે ઘરે જઇને બાકી રહેલ ા બાળકોને પણ ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે.

શહેરી વિસ્‍તારમાં આરોગ્‍ય વિભાગ, આંગણવાડી તથા આશા બહેનોનીજુદી-જુદીટીમો દ્વારા પોલિયો બુથ પર, મોબાઇલ વાન મારફત, જાહેર સ્‍થળો પર તથા ઘરે ઘરે જઇને બાળકોને પોલીયો ટીપા પીવડાવ્‍યા હતા.

શહેરના નરસંગ  ટેકરી  વિસ્‍તાર, કમલાબાગ, સુદામાચોક, છાંયા વિસ્‍તાર, કર્લીનો પુલ, ઝુંડાળા સ્‍લમ વિસ્‍તાર, બોખીરા, બસ સ્‍ટેશન, રેલવે સ્‍ટેશન, ચોપાટી વિસ્‍તાર,  રાંઘાવાવ, બિરલા દંગા વિસ્‍તાર, નવાપરા, સ્‍લમ, સુભાષનગર, રોકડીયા હનુમાન સહિતના સ્‍થળો તથા લોકોની અવરજવર વધુ હોય તેવા જાહેર સ્‍થળોએ બાળકોને સ્‍થળ પર જ ટીપા પીવડાવી શકાય તે માટે બુથ રખાયા હતા. આ ઉપરાંત મોબાઇલ ટીમ દ્વારા પણ વિવિધ સ્‍થળોએ જઇને બાળકો બાકી રહેલા બાળકોને શોધીને ટીપા પીવડાવવાની સરાહનીય કામગીરી કરવાની સાથે પોલીયો રવિવાર બાદ બે દિવસ ઘરે ઘરે જઇને બાકી રહેલા બાળકોનેપણ પોલીયોના ટીપા પીવડાવ્‍યા હતા.

(11:47 am IST)