Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ભાવનગરના ટીંબીની સ્‍વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્‍પીટલને રૂા. ૧૦.૧૧ લાખનું દાન અર્પણ

ભાવનગરઃ સ્‍વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્‍પીટલ ટીંબી (જી.ભાવનગર)માં ચાલતા નિઃશુલ્‍ક આરોગ્‍યલક્ષી સેવા કર્યાની સુવાસથી પ્રેરાઇને બાવળાના વતની અને દેનાબેંકના નિવૃત ઓફીસર ભીખાભાઇ માનાભાઇ પરમાભાઇ રાઠોડે સ્‍વ.મણીભાઇ  ગોયાભાઇ પરમાભાઇ રાઠોડ, સ્‍વ.ગોયાભાઇ પરમાભાઇ રાઠોડ તથા સ્‍વ.બોનીબેન ગોયાભાઇ પરમાભાઇ રાઠોડના પુણ્‍યાર્ર્થે  રૂા. ૧૦,૧૧,૭૭૧ નો ચેક હોસ્‍પીટલના મંત્રી બી.એલ.રાજપરા અને એડમીન પ્રશાંતભાઇ એસ.પંડયાને દર્દીનારાયણ સારવાર અર્થે અર્પણ કરેલ છે. તેઓશ્રીને હોસ્‍પીટલના પ્રણેતા સદગુરૂદેવ સ્‍વામીશ્રી નિર્દોષાનંદ સરસ્‍વતીજી મહારાજના જીવનચરિતામૃત  ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્‍માનીત  કરવામાં આવેલ છે.

(11:47 am IST)