Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જૂનાગઢ બીજેપી દ્વારા નિઃશુલ્‍ક હિમોગ્‍લોબીન ચેકઅપ અને આયર્ન ટેબ્‍લેટ વિતરણ કેમ્‍પ

જૂનાગઢ : બીજેપી ડોકટર સેલના સંયોજક ડૉ શૈલેશ બારમેડા અને મહિલા મોરચાના સંયોજીકા જ્‍યોતિબેન વડાલીયાની યાદી જણાવે છે કે જૂનાગઢ મહાનગર બીજેપી અધ્‍યક્ષ પુનીતભાઇ શર્માના માર્ગદર્શન હેઠળ બીજેપી ડોકટર સેલ અને બીજેપી મહિલા મોરચાના સંયુક્‍ત ઉપક્રમે શહેરની ૩૦ થી વધુ સ્‍કૂલોમા અભ્‍યાસ કરતી ૧૩ થી ૨૦ વર્ષની ઉંમરની આશરે ૩૦૦૦ વિદ્યાર્થીનીઓ નું આધુનિક ટેકનોલોજી દ્વારા નિઃશુલ્‍ક હીમોગ્‍લોબિન ચેકઅપ અને જરૂરી હોય તેને આયર્ન ટેબ્‍લેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આખા ગુજરાતમાં કુલ ૭૫૦ સ્‍થળો પર ૭૫૦૦૦ થી વધુ દીકરીઓએ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ કેમ્‍પનો લાભ લીધેલ છે. આખા ગુજરાતમાં વિવિધ સ્‍થળે એક જ દિવસે યોજાયેલ આ મેગા કેમ્‍પ મા બીજેપી ડોકટર સેલના ૨૦૦૦ થી વધુ ડોક્‍ટર્સ,  ૨૦૦૦ થી વધુ લેબ ટેકનીશ્‍યન અને ખૂબ જ મોટી સંખ્‍યામાં પાર્ટીના મહિલા મોરચાના કાર્યકર બહેનોએ સેવા આપી કેમ્‍પ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાના આયોજન અંતર્ગત, ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ  સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ, સુપોષણ અભિયાન અંતર્ગત યોજાયેલ આ મેગા કેમ્‍પ સંખ્‍યાની દ્રષ્ટિએ એક વિશ્વ રેકોર્ડ બનશે.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:43 am IST)