Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનના સૂસવાટા સાથે ધુપ-છાંવ

ચોમાસાની વિદાયની ગણાતી ઘડીઓ વચ્‍ચે વહેલી સવારે સામાન્‍ય ઠંડક

રાજકોટ તા.ર૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનના સૂસવાટા વચ્‍ચે ધુપ-છાંવનો માહોલ છવાયેલ છે.ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્‍ચે અચાનક તડકો છવાઇ જાય છે તો થોડીવારમાં વાદળા છવાઇ જાય છે.

આવા વાતાવરણ વચ્‍ચે વહેલી સવારે સામાન્‍ય ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે.

આવા હવામાન વચ્‍ચે હવામાન વિભાગેઆજે ઉત્તર ગુજરાતના આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, પંચમહાલ અને સૌરાષ્‍ટ્રના અમરેલી, ગીર સોમનાથ જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા સ્‍થળે હળવાથી મધ્‍યમ વરસાદ આગાહી કરી છ.ે

છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. અને ખેડુતો ખેતીકાર્યમાં વ્‍યસ્‍ત છે. મગફળી, કપાસ સહિતના પાકને જરૂરિયાત મુજબ પાણી મળતા પાકને ફાયદો થયો છે. ઘણી જગ્‍યાએ વધુ પડતો વરસાદ વરસી જતા પાકને નુકશાન થયું છે.

(11:38 am IST)