Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ઓલ ઇન્‍ડિયા વેબ ન્‍યુઝ પોર્ટલના પ્રદેશ ઉપાધ્‍યક્ષપદે જૂનાગઢના સંજયભાઇ પંડયા

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૨૩ : સમગ્ર ભારતમાં કાર્યરત ઓલ ઇન્‍ડિયા વેબ ન્‍યૂઝ પોર્ટલ કમિટી કામ કરી રહી છે જેમાં ગુજરાતમાં પણ આ કમિટી છેલ્લા ત્રણ વર્ષથી કામ કરે છે અને બહોળી સંખ્‍યામાં તેમના સભ્‍યો કાર્યરત છે. થોડા દિવસ પહેલાં ગુજરાત પ્રદેશની નવી બોડીની રચના કરવામાં આવી. તેમાં જુનાગઢ પત્રકારો સાથે આત્‍મીયતાનાં સબંધ ધરાવતા અને કમલ પુષ્‍પ વેબ ચેનલના ચીફ એડિટર શ્રી સંજયભાઈ પંડ્‍યાની કમીટીમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્‍યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. જુનાગઢ પત્રકાર મિત્રો, રાજકીય આગેવાનો તથા સામાજિક આગેવાનોએ સંજયભાઈને તેમના મોં. નં. ૯૭૩૭૮૫૪૪૫૭ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(11:37 am IST)