Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ટંકારાના નસીતપર ગામે કુવામાં પડી જતા યુવાનનું મોત

મોરબી, તા.૨૩: ટંકારાના નસીતપર ગામે મહેશભાઈ ભગવાનજીભાઈ રંગપરીયાની વાડીમાં કામ કરતા અને રાજપર ગામે રહેતા દીપકભાઈ ગુમાનસિંગ ભુરીયા (ઉ.૩૭) ગત તા.૨૨ના રોજ વાડીના કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતા મળત્‍યુ નીપજ્‍યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડૂબી જવા મામલે પોલીસે નોંધ કરી

મૂળ બોટાદના ગઢડા તાલુકાના દુભાણીયા ગામના વતની અને હાલ યુરોજ કારખાના મોરબીમાં રહેતા  વિજયભાઈ ભલાભાઈ ચાવડા (ઉ.૧૫) ગત તા.૨૨ના રોજ ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલનપીરના મેળામાં ગયેલ હોય દરમિયાન કુપરીયા કુંડમાં ન્‍હાવા પડતા ડૂબી જતા તેનું મળત્‍યુ નીપજ્‍યું હતું જે મામલે ટંકારા પોલીસની ટીમે  તપાસ ચલાવી છે.

(11:34 am IST)