Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ચોટીલાના સુરઇમાં લાકડા કાપવાની ના પાડતાં ધનીબેન કોળી પર હુમલો

બાજુની વાડીમાં રહેતી રાજીબેને લાકડીથી ફટકાર્યા

રાજકોટ તા. ૨૩: ચોટીલાના સુરઇ ગામે રહેતાં ધનીબેન ગગજીભાઇ રેથળીયા (કોળી) (ઉ.૫૦) પર રાજીબેન શીયાળે લાકડીથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. ધનીબેનના સગાના કહેવા મુજબ તેણી વાડીએ હતાં ત્‍યારે વાડીના શેઢે આવેલા ઝાડમાંથી બાજુની વાડીવાળી રાજીબેન લાકડા કાપતી હોઇ તેને ના પાડતાં ઝઘડો કરી લાકડીથી માર માર્યો હતો.

 

(11:32 am IST)