Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જામનગરના કાલાવડમાં બેભાન થઇ જતા આધેડનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: રાજકોટમાં મવડી રોડ, ઉધોગનગર-ર, શેરી નં.૧૦માં રહેતા દેબકીબેન હિરલભાઈ દેવાણી, ઉ.વ.ર૩ એ કાલાવડ પોલીસ સ્‍ટેનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર રતનલાલ હરીલાલ ભોઈ, ઉ.વ. પર, રે. અક્ષર જીજાંગ મીલ, રણુજા રોડ, કાલાવડમાં આરોપી પોતે મજુરી કામ કરતા હોય તે અક્ષર સ્‍પીટેડ કંપનીમાં કોઈપણ કારણોસર બેભાન થઈ જતા સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, અંધાશ્રમ ફાટક પાસે આરોપી જીતુભા ઈન્‍દ્રજીતસિંહ ગોહીલ એ વર્લી મટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦,૪૬૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

નાંદુરી ગામે જુગાર રમતા બે ઝડપાયા : એક ફરાર

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિપુલભાઈ લખમણભાઈ કોટા એ ફરીયાદ નોંધાવી છે કે, નાંદુરી ગામ પાસે દાવલસા પીરની જગ્‍યા ઓટા પાસે આરોપી પાલાભાઈ ગોગનભાઈ મારીયા, નાથાભાઈ જેતાભાઈ કરંગીયા એ ગંજીપતાના પાના વડે તનીપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૯ર૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી બાબુભાઈ મુરાભાઈ વરુ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(2:15 pm IST)